Uttarakhand: 2 લાખ લગ્ન, 90 લિવ ઇન રજીસ્ટ્રેશનની અરજીઓ.. ઉત્તરાખંડમાં અચાનક કેમ મચી છે અફરાતફરી

Uttarakhand: 2 લાખ લગ્ન, 90 લિવ ઇન રજીસ્ટ્રેશનની અરજીઓ.. ઉત્તરાખંડમાં અચાનક કેમ મચી છે અફરાતફરી?

07/10/2025 National

SidhiKhabar

SidhiKhabar

Uttarakhand: 2 લાખ લગ્ન, 90 લિવ ઇન રજીસ્ટ્રેશનની અરજીઓ.. ઉત્તરાખંડમાં અચાનક કેમ મચી છે અફરાતફરી

Uttarakhand Uniform Civil Code: ઉત્તરાખંડમાં, યુનિફોર્મ સિવિલ કોડ (UCC) હેઠળ 27 જુલાઈ, 2025ના રોજ સમાપ્ત થતી 6 મહિનાની નોંધણીની સમયમર્યાદા પૂર્ણ થવા જઈ રહી છે. એવામાં લગ્ન, છૂટાછેડા અને લિવ-ઇન સંબંધોની રજીસ્ટ્રેશન માટે અફરતફરી મચી ગઈ છે.

રાજ્યમાં 27 જાન્યુઆરીથી લાગૂ કરાયેલા UCC હેઠળ, 26 માર્ચ, 2010થી લઈને UCCના અમલીકરણ થવા સુધીના તમામ લગ્ન, છૂટાછેડા અને લિવ-ઇન સંબંધોની રજિસ્ટ્રેશનને ફરજિયાત કરવામાં આવ્યું છે. આ કાયદાનો હેતુ તમામ નાગરિકો માટે સમાન અધિકારો સુનિશ્ચિત કરવાનો છે, જેમાં લિંગ સમાનતા, બહુપત્નીત્વ પર પ્રતિબંધ અને લિવ-ઇન સંબંધોમાં પારદર્શિતા જેવી જોગવાઈઓનો સમાવેશ થાય છે.


અત્યાર સુધી 2 લાખથી વધુ લાગનોનું થયું રજિસ્ટ્રેશન

અત્યાર સુધી 2 લાખથી વધુ લાગનોનું થયું રજિસ્ટ્રેશન

સૂત્રોનું કહેવું છે કે 27 જાન્યુઆરીના રોજ UCCના અમલીકરણ બાદ અત્યાર સુધીમાં 2 લાખથી વધુ લગ્નો અને 90 લિવ-ઇન રિલેશન્સની અરજીનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. કાયદો કહે છે કે 26 માર્ચ, 2010થી UCCના અમલીકરણ સુધીના તમામ લગ્ન, છૂટાછેડા અને લિવ-ઇન સંબંધોનું રજિસ્ટ્રેશન ફરજિયાત છે. લિવ-ઇન રિલેશનશિપ રજીસ્ટર કરવામાં લોકો અત્યારે પણ વધારે રસ દાખવી રહ્યા નથી. આ જોગવાઈને ઉત્તરાખંડ હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે. આ મુદ્દે કેન્દ્ર સરકારનો પક્ષ જાણવા માટે આગામી સુનાવણી 14 જુલાઈએ થશે.

અધિકારીઓના જણાવ્યા મુજબ, નોંધાયેલા 90 લિવ-ઇન રિલેશનશિપમાંથી 72 ટકામાં બાળકો છે, જેમને પરિણીત યુગલોના બાળકો જેટલા જ અધિકારો મળશે. UCCનો ઉદ્દેશ્ય મહિલાઓને પુરુષો જેટલા જ અધિકારો આપવાનો છે. આ કાયદો બહુપત્નીત્વ અને નિકાહ, હલાલા જેવી પ્રથાઓ પર પ્રતિબંધ લગાવે છે. આ લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી મહિલાઓને પણ સુરક્ષા પૂરી પાડશે. જો તેમને ત્યજી દેવામાં આવે છે, તો તેઓ ભરણપોષણનો દાવો કરી શકશે. લિવ-ઇન રિલેશનશિપનું રજીસ્ટ્રેશન ન કરાવવા પર જેલ અને દંડ થઈ શકે છે.


ઉત્તરાખંડ UCC લાગૂ કરનારું દેશનું પહેલું રાજ્ય

ઉત્તરાખંડ UCC લાગૂ કરનારું દેશનું પહેલું રાજ્ય

27 જાન્યુઆરીએ ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગૂ કરવામાં આવ્યો હતો. ઉત્તરાખંડ યુનિફોર્મ સિવિલ કોડવાળું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. ઉત્તરાખંડ UCCમાં લગ્ન, છૂટાછેડા, ઉત્તરાધિકાર, લિવ-ઇન માટે કાયદા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top