પાકિસ્તાનમાં ફરી ધમાકો, 21ના મોત 30થી વધુ ઇજાગ્રસ્ત, આ રેલવે સ્ટેશન પર મચી અફરાતફરી
Pakistan Bomb Blast: પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ બલુચિસ્તાનમાં ક્વેટા રેલવે સ્ટેશન પર જોરદાર ધમાકો થયો છે. ધમાકામાં 20થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. 30થી વધુ લોકો ઇજાગ્રસ્ત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે હજુ સુધી મૃતકોની સંખ્યાની પુષ્ટિ થઈ નથી, પરંતુ ધમાકા થતા જ રેલવે સ્ટેશન પર નાસભાગ મચી ગઈ હતી. પોલીસ અને રેસ્ક્યૂ ટીમે લોકો સાથે સ્થળ પર રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે રેલવે સ્ટેશનના દરેક ખૂણે-ખૂણે તપાસ કરી. રેલવે સ્ટેશનની બુકિંગ ઓફિસમાં ધમાકો એ સમયે થયો, જ્યારે એક ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચવાની તૈયારીમાં હતી. ક્વેટામાં ઈમરજન્સી લાગૂ કરી દેવામાં આવી છે. સમગ્ર શહેરમાં નાકાબંધી કરી દેવામાં આવી છે.
પાકિસ્તાની ન્યૂઝ ચેનલ જિયો ન્યૂઝ અનુસાર, અત્યાર સુધી કોઈ આતંકવાદી સંગઠને રેલવે સ્ટેશન પર થયેલા ધમાકાની જવાબદારી લીધી નથી. રેલ્વે સ્ટેશન પર ટ્રેન આવવાની હતી ત્યારે બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ ટ્રેન જાફર એક્સપ્રેસ હતી, જે પેશાવર તરફ જઈ રહી હતી. ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચવાની હતી, ત્યારે જ ધમાકા થયો. ધમાકાનો અવાજ સાંભળીને પાયલોટે પણ ટ્રેન જ્યાં હતી ત્યાં રોકી દીધી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ધમાકો ખૂબ જ જોરદાર હતો. એવો ધમાકા થયો કે રેલવે સ્ટેશન પર સામાનના ચીથરેચીથરા ઊડી ગયા. અત્યાર સુધીની તપાસમાં પોલીસને એ જાણકારી મળી શકી નથી કે બ્લાસ્ટ કોણે કર્યો? ધમાકા બાદ રેલવે સ્ટેશન પર મચેલી અફરાતફરીમાં ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આખા રેલવે સ્ટેશનને ખાલી કરીને સીલ કરી દેવામાં આવ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનના અશાંત ઉત્તર વજીરિસ્તાનમાં પણ બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જેમાં 4 સુરક્ષાકર્મીઓના જીવ ગયા હતા. ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ખૈબર પખ્તૂનખ્વામાં એક સ્કૂલ પાસે પણ ધમાકા થયો હતો, જેમાં બે બાળકોના મોત થયા હતા. બલૂચિસ્તાનમાં પણ એક સ્કૂલ પાસે બોમ્બ ધમાકા થયો હતો, જેમાં 5 સ્કૂલના બાળકો માર્યા ગયા હતા. આ બ્લાસ્ટમાં 22 લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા. આ બ્લાસ્ટ બાઇકમાં IEED લગાવીને કરવામાં આવ્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp