ઓર્ડિનેન્સ ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ, 1 કર્મચારીનુ મોત
Bhandara Ordnance Factory Blast: મહારાષ્ટ્રના ભંડારામાં એક ઓર્ડિનેન્સ ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો હોવાના અહેવાલ છે. આ અકસ્માતમાં 1 કર્મચારીના મોત સમાચાર છે. તો, ઘણા અન્ય કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક માહિતી છે. આ વિસ્ફોટ ફેક્ટરીના આર.કે. શાખા વિભાગમાં થયો હતો.
ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટની તસવીરો પણ બહાર આવી રહી છે, જેમાં જોઈ શકાય છે કે હથિયારો બનાવવા માટે વપરાતી ભારે સામગ્રીના ટુકડાઓ આસપાસ વિખરાયેલા પજ્યા છે. એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઇજાગ્રસ્તોને મદદ કરી રહી છે. વિસ્ફોટનો અવાજ એટલો જોરદાર હતો કે વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો અને આફરાતફરી મચી ગઇ ગતી. ઘટનાસ્થળે મોટી ભીડ એકઠી થઈ ગઈ છે.
Mumbai, Maharashtra: An explosion occurred at the ammunition factory in Jawahar Nagar, Bhandara pic.twitter.com/oN7Ao9n77z — IANS (@ians_india) January 24, 2025
Mumbai, Maharashtra: An explosion occurred at the ammunition factory in Jawahar Nagar, Bhandara pic.twitter.com/oN7Ao9n77z
કહેવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટનો અવાજ 5-7 કિલોમીટર દૂર સુધી ગયો હતો. તેના પરથી, આપણે વિસ્ફોટની ગંભીરતાનો અંદાજ લગાવી શકીએ છીએ. વિસ્ફોટ સી સેક્શનના બિલ્ડિંગ નંબર 23માં થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ સવારે 11 વાગ્યાની આસપાસ થયો હતો, પરંતુ તેના વિશે માહિતી મોડી મળી હતી. ત્યારબાદ, પોલીસ અને ફાયર બ્રિગેડને ઘટનાસ્થળે પહોંચવામાં ઘણો સમય લાગ્યો.
આ વિસ્ફોટ શુક્રવારે (24 જાન્યુઆરી) સવારે થયો હતો. આ સમયે ફેક્ટરીમાં 14 કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ, એકનું મોત થયું છે. જોકે, હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તો, 4-5 લોકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં બચાવી લેવામાં આવ્યા છે. ઓર્ડિનેન્સ ફેક્ટરીના અધિકારીઓ ઉપરાંત, ફાયર બ્રિગેડ અને પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે હાજર છે અને બચાવ કામગીરી ચાલી રહી છે.
શું હોય છે ઓર્ડિનેન્સ ફેક્ટરી?
ભારતીય ઓર્ડિનન્સ ફેક્ટરી એ ભારતનો એક ઉદ્યોગ છે, જે સંરક્ષણ મંત્રાલય માટે કામ કરે છે. સંરક્ષણમાં વપરાતા સામાનનું ઉત્પાદન અહીં થાય છે. ઓર્ડિનન્સ વિભાગનું મુખ્ય મથક કોલકાતામાં છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp