વક્ફ બિલ પર JPCમાં ભારે હોબાળો, નિશિકાંત દુબે બોલ્યા- 'અત્યાર સુધી જ્યારે પણ મીટિંગ થઈ છે, મને..'
JPC Meeting: વક્ફ સંશોધન અધિનિયમને લઈને બનાવવામાં આવેલી સંયુક્ત સંસદીય સમિતિ (JPC)માં જોરદાર હોબાળો થયો છે. વક્ફ બિલ અંગે રચાયેલી સંસદની સંયુક્ત સમિતિની શુક્રવારે બેઠક યોજાઈ હતી. બેઠકમાં TMC સાંસદ કલ્યાણ બેનર્જી અને ભાજપના સાંસદ નિશિકાંત દુબે વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. ત્યારે બેઠક થોડા સમય માટે મુલતવી રાખવામાં આવી હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે કલ્યાણ બેનર્જીએ પૂછ્યું કે આટલી ઉતાવળમાં બેઠક કેમ બોલાવવામાં આવી રહી છે. નિશિકાંત દુબેએ આ અંગે વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદ બંને નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાબોલી થઈ. વિવાદ વધ્યા બાદ, 10 વિપક્ષી સાંસદોને સમિતિમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બેઠક 27 ડિસેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી હતી.
હોબાળા વચ્ચે નિશિકાંત દુબેએ કહ્યું કે, ‘મેં વિપક્ષને ક્યારેય રોક્યું નથી. અત્યાર સુધી જ્યારે પણ મીટિંગ થઈ છે, મને બોલવાનો અવસર આપવામાં આવ્યો નથી. આજે જે પ્રકારે દુર્વ્યવહાર કરવામાં આવ્યો, તે કોઈ પણ પ્રકારે સ્વીકાર્ય નથી.
ગત મહિને વક્ફ સંશોધન બિલની સમીક્ષા કરી રહેલી એક સંસદીય સમિતિએ કર્ણાટક, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ દ્વારા વક્ફ સંપત્તિઓની સ્થિતિ પર આપવામાં આવેલા જવાબોને અસંતોષકારક બતાવ્યા હતા. સમિતિના અધ્યક્ષ અને ભાજપના સાંસદ જગદંબિકા પાલે કહ્યું હતું કે, ‘આ રાજ્યોના પ્રતિનિધિઓને જવાબ રજૂ કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જરૂરિયાત પડવા પર તેમને ફરી બોલાવવામાં આવશે. સમિતિએ રાજ્યોને વક્ફ સંપત્તિઓનું રજિસ્ટ્રેશન, તેમની પ્રકૃતિ (વક્ફ બાય યુઝર કે વક્ફ બાય ડીડ), આ સંપત્તિઓથી ઉત્પન્ન આવક અને તેની પ્રકૃતિમાં પરિવર્તનની સંભાવના પર વિસ્તૃત જાણકારી માગી હતી.
8 ઑગસ્ટના રોજ વક્ફ સંશોધન બિલ લોકસભામાં રજૂ થવાના તુરંત બાદ આ સમિતિની રચના કરવામાં આવી હતી. વિપક્ષી દળોએ આ બિલમાં પ્રસ્તાવિત સંશોધનને મુસ્લિમ સમુદાયના ધાર્મિક અધિકારોનું ઉલ્લંઘન બતાવતા સખત નિંદા કરી હતી. તો સત્તાધારી ભાજપનું કહેવું છે કે આ સંશોધન વક્ફ બોર્ડની કાર્યપ્રણાલીમાં પારદર્શિતા લાવશે અને તેમને જવાબદાર બનાવીશું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp