ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ ICC ODI ટીમ ઓફ ધ યર જાહેર, એક પણ ભારતીય ખેલાડીને જગ્યા ન મળી
ICC Announces ODI Team Of The Year: ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન 19 ફેબ્રુઆરીથી થશે. ટૂર્નામેન્ટનીસ મેજબાની પાકિસ્તાનના હાથમાં છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં કુલ 8 ટીમો ભાગ લેશે. વન-ડે ફોર્મેટમાં રમાનારા આ ટૂર્નામેન્ટ માટે 7 ટીમોએ તેમની ટીમોની જાહેરાત પણ કરી છે. આ દરમિયાન, ICCએ વર્ષ 2024 માટે તેની વન-ડે ટીમ ઓફ ધ યરની પણ જાહેરાત કરી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ટીમમાં એક પણ ભારતીય ખેલાડી નથી. ICCએ ટીમમાં પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડીઝના ખેલાડીઓને તક આપી છે.
આ વખતે, ભારતીય ટીમના એક પણ ખેલાડીને ICC વન-ડે ટીમ ઓફ ધ યરમાં તક મળી નથી કારણ કે ભારતીય ટીમે વર્ષ 2024માં ફક્ત 3 વન-ડે મેચ રમી હતી. જ્યાંરે ભારતીય ટીમ એક પણ વન-ડે મેચ જીતી શકી નહોતી. આ ઉપરાંત, અફઘાનિસ્તાન અને શ્રીલંકાના મોટાભાગના ખેલાડીઓ પણ આ યાદીમાં સામેલ છે કારણ કે તેમણે વર્ષ 2024માં ઘણી બધી વન-ડે મેચ રમી છે. શ્રીલંકાના ચરિત અસલંકાને આ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
શ્રીલંકાના 4, પાકિસ્તાનના 3, અફઘાનિસ્તાનના 3 અને વેસ્ટ ઈન્ડીઝના એક ખેલાડીને ICCની વન-ડે ટીમ ઓફ ધ યરમાં તક મળી છે. શ્રીલંકાના કુસલ મેન્ડિસને ટીમમાં વિકેટકીપરની ભૂમિકા સોંપવામાં આવી છે. તો, પાકિસ્તાન ફાસ્ટ બૉલિંગમાં પ્રભુત્વ ધરાવતું જણાય છે. પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદી અને હરિસ રઉફ ફાસ્ટ બોલિંગ યુનિટ સંભાળી રહ્યા છે. આ ટીમના 10 ખેલાડીઓ એશિયાના છે.
ICC વન-ડે ટીમ ઓફ ધ યર 2024
સૈમ અયુબ, રહેમાનુલ્લાહ ગુરબાઝ, પથુમ નિસાન્કા, કુસલ મેન્ડિસ, ચરિથ અસલંકા, શેરફેન રૂધરફોર્ડ, અઝમતુલ્લાહ ઉમરઝઈ, વાનિન્દુ હસરંગા, શાહીન શાહ આફ્રિદી, હરિસ રઉફ, અલ્લાહ ગઝનફર.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp