ગોઝારો રોડ અકસ્માત, કાર અને ટ્રકની ટક્કરમાં 2 બાળકો સહિત 6 લોકોના મોત

ગોઝારો રોડ અકસ્માત, કાર અને ટ્રકની ટક્કરમાં 2 બાળકો સહિત 6 લોકોના મોત

07/19/2024 National

SidhiKhabar

SidhiKhabar

ગોઝારો રોડ અકસ્માત, કાર અને ટ્રકની ટક્કરમાં 2 બાળકો સહિત 6 લોકોના મોત

ગુરુવારે રાત્રે રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં ટ્રક અને કારની ટકરાવાથી 2 બાળકો સહિત 6 લોકોના મોત થઇ ગયા. પોલીસ અધિક્ષક (SP) તેજસ્વિની ગૌતમે જણાવ્યું કે હરિયાણા રજીસ્ટ્રેશન નંબરવાળી કારે ટ્રકને ટક્કર મારી દીધી, જેના કારણે આ અકસ્માત થયો. પોલીસે જણાવ્યું કે અકસ્માતમાં 2 પુરૂષ, 2 મહિલાઓ અને બાળકોના મોત થયા છે. પોલીસ અધિક્ષકે વધુમાં જણાવ્યું હતું કે અકસ્માત ભારતમાલા હાઈવે પર થયો. મૃતકોની ઓળખ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


આવી ઘટના અહીં પહેલીવાર જોવા મળી છે

આવી ઘટના અહીં પહેલીવાર જોવા મળી છે

ટક્કર એટલી જોરદાર હતી કે કારના ફૂરચેફૂરચા થઈ ગયા.  ત્યાં જેમણે આ ઘટના જોઇ તેમના જણાવ્યા મુજબ, આવી ઘટના અહીં પહેલીવાર જોવા મળી છે. કારમાં બેઠા બધાના લોકોના મોત થઇ ગયા. આ ઘટના અંગે CO નરેન્દ્ર પુનિયાનું કહેવું છે કે સ્પીડ ખૂબ જ વધારે હતી અને રાતનો સમય હોવાને કારણે ડ્રાઈવર આગળ જતા ટ્રકને જોઈ ન શક્યો, આ કારણે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ ક્રેઈનથી કારની અંદરના લોકોને બહાર કાઢવામાં આવ્યા ત્યારે એક બાળકીને છોડીને બધાના મોત થઇ ચૂક્યા હતા. જેને હૉસ્પિટલમાં મોકલવામાં આવી અને ત્યાં પહોંચતા જ તેનું મોત થઇ ગયુ.


CM ભજનલાલ શર્માએ કરી ટ્વીટ:

CM ભજનલાલ શર્માએ કરી ટ્વીટ:

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પણ આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરી કે, બિકાનેરના મહાજનમાં રોડ અકસ્માતમાં થયેલી જાનહાનિ અત્યંત દુઃખદ છે. મારી સંવેદનાઓ મૃતકોના શોકમગ્ન પરિવારજનો સાથે છે. પ્રભુ શ્રીરામને પ્રાર્થના છે કે દિવંગત પુણ્યાત્માઓને પોતાના શ્રીચરણોમાં સ્થાન અને પરિવારજનોને સહન કરવાની શક્તિ પ્રદાન કરે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top