શિક્ષકે કથિત રીતે વિદ્યાર્થિનીઓને પોર્ન બતાવ્યું, પ્રદર્શનકારીઓએ શાળામાં આગ લગાવી દીધી
આસામથી એક શરમજનક સમાચાર સામે આવ્યા છે. કરીમગંજ જિલ્લાની એક શાળાના શિક્ષક પર વર્ગમાં વિદ્યાર્થીનીઓને બળજબરીપૂર્વક પોર્ન વીડિયો બતાવવાનો આરોપ છે. જ્યારે વિદ્યાર્થિનીઓએ ઘરે જઈને પરિવારજનોને આ અંગે જાણ કરી તો બધા ગુસ્સે થઈ ગયા. જોત જોતામાં શાળાની બહાર તમામ વિદ્યાર્થિનીઓના પરિવારજનો ભેગા થઈ ગયા. ત્યારબાદ પરિવારના સભ્યોએ હોબાળો મચાવ્યો અને જ્યારે કોઈ સુનાવણી ન થઇ તો તેમણે સ્કૂલને આગ લગાવી દીધી.
શાળામાં આગની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલાની માહિતી મેળવી હતી. તેણે કોઈક રીતે પરિવારજનોને શાંત કર્યા અને ખાતરી આપી કે આ કેસમાં આરોપી શિક્ષક સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ત્યારબાદ પોલીસ સ્ટેશન પહોંચીને પોલીસે શિક્ષક વિરુદ્ધ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ કેસ નોંધી લીધો. જોકે, તેની સાથે પોલીસે શાળા સળગાવવાના આરોપમાં ઘણા લોકો સામે કેસ પણ નોંધ્યો છે. જેના કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
પોલીસે જણાવ્યું કે 37 વર્ષીય આરોપી શિક્ષક અત્યારે ફરાર છે અને તેઓ આ કેસની તપાસ કરી રહ્યા છે. ટૂંક સમયમાં આરોપી શિક્ષકની ધરપકડ કરી લેવામાં આવશે. તેની દરેક જગ્યાએ શોધખોળ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી આરોપી શિક્ષક વિશે કોઈ માહિતી મળી નથી. બીજી તરફ પરિવારજનો અને સ્થાનિક લોકોમાં પોલીસ સામે નારાજગી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp