Video: બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઇ રહેલા હુમલાને લઇને શું બોલ્યા બાગેશ્વર બાબા, લોકોને કરી આ અપી

Video: બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઇ રહેલા હુમલાને લઇને શું બોલ્યા બાગેશ્વર બાબા, લોકોને કરી આ અપીલ

08/07/2024 National

SidhiKhabar

SidhiKhabar

Video: બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઇ રહેલા હુમલાને લઇને શું બોલ્યા બાગેશ્વર બાબા, લોકોને કરી આ અપી

બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા બંધ થવાનું નામ લઇ રહી નથી. શેખ હસીનાએ વડાપ્રધાન પદ પર રાજીનામું આપવા અને દેશ છોડવાની ઘટના બાદ બાંગ્લાદેશમાં સ્થિતિ સતત વણસી રહી છે. દેશમાં ઉપસ્થિત લઘુમતીઓને સતત નિશાનો બનાવવામાં આવી રહ્યા છે. ઉપદ્રવી ભીડે સોમવારે દેશભરમાં 4 હિન્દુ મંદિરોને નિશાનો બનાવ્યા અને તોડફોડ કરી હતી.


બાંગ્લાદેશમાં હિન્દુઓને બનાવવામાં આવી રહ્યા છે નિશાનો- બાબા બાગેશ્વર

બાંગ્લાદેશમાં હિન્દુઓને બનાવવામાં આવી રહ્યા છે નિશાનો- બાબા બાગેશ્વર

બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે હવે બાબા બાગેશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કેન્દ્ર સરકાર પાસે હિન્દુ લઘુમતીઓ માટે ભારતના દરવાજા ખોલવાની માગ કરી છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં હિંદુઓને નિશાનો બનાવવામાં આવી રહ્યા છે અને તેને જોતા ત્યાં રહેતા હિંદુઓને ભારતમાં આશ્રય આપવો જોઈએ. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જાહેર કરેલા એક વીડિયો સંદેશમાં લોકોને હનુમાન ચાલીસા વાંચવાની સલાહ પણ આપી હતી.


બાંગ્લાદેશમાં ઘટના પર શું બોલ્યા બાબા બાગેશ્વર?

બાંગ્લાદેશમાં ઘટના પર શું બોલ્યા બાબા બાગેશ્વર?

તેમણે કહ્યું કે મીડિયાના માધ્યમથી મને બાંગ્લાદેશની ઘટના વિશે ખબર પડી. ત્યાં ખૂબ જ ભયાનક સ્થિતિ છે. બાંગ્લાદેશના હિન્દુ ભાઈ-બહેનો ખૂબ જ પરેશાન છે અને મંદિરોમાં પણ તોડફોડ કરવામાં આવી રહી છે. અમે કેન્દ્ર સરકારને વિનંતી કરીએ છીએ કે બાંગ્લાદેશમાં ઉપસ્થિત બધી લઘુમતીઓ માટે ભારતના દરવાજા ખોલી દેવા જોઇએ. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ દેશમાં હિંદુઓ પર થઈ રહેલા હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે બાંગ્લાદેશમાં ઉપસ્થિત તમામ હિંદુઓને એકતા બનાવી રાખવાની અપીલ કરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top