Train Accident: ગુજરાત આવી રહેલી સાબરમતી એક્સપ્રેસ ખડી પડી! ટ્રેનના 22 ડબ્બા પાટા પરથી ઉતરી પડ્

Train Accident: ગુજરાત આવી રહેલી સાબરમતી એક્સપ્રેસ ખડી પડી! ટ્રેનના 22 ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યા!

08/17/2024 National

SidhiKhabar

SidhiKhabar

Train Accident: ગુજરાત આવી રહેલી સાબરમતી એક્સપ્રેસ ખડી પડી! ટ્રેનના 22 ડબ્બા પાટા પરથી ઉતરી પડ્

કાનપુર અને ભીમસેન સ્ટેશન વચ્ચે ટ્રેન પાટા પરથી ઉતરી જવાના સમાચાર સામે આવ્યા છે. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે શનિવારની વહેલી સવારે કાનપુરના ગોવિંદપુરી સ્ટેશન નજીક 19168 સાબરમતી એક્સપ્રેસ પેસેન્જર ટ્રેનના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી. એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (ADM) રાકેશ વર્માએ શનિવારે સવારે ઉત્તર પ્રદેશના કાનપુરમાં સાબરમતી એક્સપ્રેસ (વારાણસીથી અમદાવાદ, ટ્રેન નંબર 19168) પાટા પરથી ઉતરનાર સ્થળનું મૂલ્યાંકન કર્યું હતું.


અકસ્માત સવારે 2.30 વાગ્યે થયો

અકસ્માત સવારે 2.30 વાગ્યે થયો

નોર્થ સેન્ટ્રલ રેલ્વે (NCR)ના વરિષ્ઠ જનસંપર્ક અધિકારી શશિકાંત ત્રિપાઠીએ પીટીઆઈને જણાવ્યું હતું કે અકસ્માત સવારે 2.30 વાગ્યે થયો હતો. તેમણે કહ્યું કે જાનહાનિના નુકસાનના કોઈ સમાચાર નથી. ટ્રેન વારાણસીથી અમદાવાદ જઈ રહી હતી. કાનપુર અને ભીમસેન રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે ટ્રેનના ડ્રાઈવરે કહ્યું છે કે બોલ્ડર એન્જિન સાથે અથડાવાની વાત કહી છે. એન્જીનનું કેટલ ગાર્ડ પૂરી રીતે ક્ષતિગ્રસ્ત થયું છે. કાનપુર-ઝાંસી અપ અને ડાઉન બંને ટ્રેકને અસર થઈ છે.


રેલવે મંત્રીએ કહ્યું- IB અને UP પોલીસ તૈનાત

રેલવે મંત્રીએ કહ્યું- IB અને UP પોલીસ તૈનાત

રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ટ્વીટર પર પોસ્ટ કરી કે સાબરમતી એક્સપ્રેસ (વારાણસીથી અમદાવાદ)નું એન્જિન ટ્રેક પર મૂકેલી વસ્તુ સાથે અથડાયું ગયું હતું અને આજે સવારે 02:35 વાગ્યે કાનપુર નજીક પાટા પરથી ઉતરી ગયું હતું. IB અને UP પોલીસ તૈનાત છે. તેના પર પણ કામ ચાલી રહ્યું છે. મુસાફરો કે સ્ટાફને કોઈ ઈજા થઈ નથી અને ટ્રેનને અમદાવાદની આગળની મુસાફરી માટે વ્યવસ્થા કરવામાં આવી.  


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top