મને જેલમાં મોકલી આપો, પરંતુ પત્ની પાસે નહીં...', એવું શું થયું કે બેંગ્લોરના એન્જિનિયરને નોઇડા

મને જેલમાં મોકલી આપો, પરંતુ પત્ની પાસે નહીં...', એવું શું થયું કે બેંગ્લોરના એન્જિનિયરને નોઇડા ભાગવું પડ્યું; પોલીસ પણ આશ્ચર્યચકિત

08/18/2024 National

SidhiKhabar

SidhiKhabar

મને જેલમાં મોકલી આપો, પરંતુ પત્ની પાસે નહીં...', એવું શું થયું કે બેંગ્લોરના એન્જિનિયરને નોઇડા

દિલ્હીને અડીને આવેલા નોઇડામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. બેંગ્લોરથી ભાગીને નોઇડા આવેલો એક વ્યક્તિ મોલમાં ફિલ્મ જોઇને બહાર આવી રહ્યો હતો. પોલીસે તેને પકડી લીધો. જ્યારે તેને લઇ જવા લાગ્યા તો, તેણે કહ્યું કે, મને જેલમાં નાખી દો, પરંતુ પત્ની પાસે ન મોકલો. આ જવાબ સાંભળીને પોલીસકર્મીઓ પણ ચોંકી ગયા. જોકે પોલીસ તેને પરત લઇ ગઇ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, એન્જિનિયર બસમાં તિરુપતિ ગયો, પછી ટ્રેનથી ભુવનેશ્વર પહોંચ્યો. ત્યાંથી દિલ્હી આવ્યા, પછી નોઇડા ગયો.


પત્નીએ સોશિયલ મીડિયા પર કરી હતી અપીલ

પત્નીએ સોશિયલ મીડિયા પર કરી હતી અપીલ

પત્નીએ તેના ગુમ થયેલા એન્જિનિયર પતિના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આરોપ લગાવ્યો કે પોલીસ તેના પતિને શોધી રહી નથી. તેણે આશંકા વ્યક્ત કરી કે તેના પતિનું અપહરણ કરવામાં આવ્યું છે. શરૂઆતમાં પોલીસે ટેક્નોલોજીના માધ્યમથી તેનું લોકેશન જાણવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી નહોતી. વ્યક્તિએ પોતાનો મોબાઇલ સ્વિચ ઓફ કરી દીધો હતો. પોલીસે બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ પર લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા, પરંતુ તે મળ્યો નહોતો.


બેંગલુરુ પોલીસે મોલની બહારથી પકડ્યો

બેંગલુરુ પોલીસે મોલની બહારથી પકડ્યો

મોલમાંથી જ્યારે તે બહાર આવ્યો તો તેને બેંગ્લોર પોલીસના 3 તપાસ અધિકારીઓએ ઘેરી લીધો હતો. બધા સાદા કપડામાં હતા. જ્યારે પોલીસ કર્મચારીઓએ તેને બેંગ્લોર પરત ફરવાનું કહ્યું ત્યારે તે વ્યક્તિએ વિરોધ કર્યો. જોકે, થોડા કલાકો પછી પોલીસ કર્મચારીઓએ તેને બેંગ્લોર જવા સમજાવીને મનાવી લીધો. એન્જિનિયરે પોલીસનો વિરોધ કરતા સ્પષ્ટ કહ્યું કે જો તેઓ ઇચ્છે તો તેને જેલમાં નાખી દે, પરંતુ તેની પત્ની પાસે ઘરે ન મોકલો. તેણે પાછા જવાની ના પાડી. જ્યારે પોલીસે તેને કહ્યું કે તેની પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલી ગુમ થયાની ફરિયાદ માત્ર તેની હાજરીમાં જ બંધ કરી શકાય છે.


સ્ત્રીના બીજા લગ્ન, પુરુષના પ્રથમ

સ્ત્રીના બીજા લગ્ન, પુરુષના પ્રથમ

એન્જિનિયરે પોલીસને જણાવ્યું કે તેની પત્ની તેને હેરાન કરે છે અને અત્યાચાર કરે છે.ત્યારબાદ તેને ઘરે પરત મોકલી દેવામાં આવ્યો હતો. તેણે વધુમાં કહ્યું કે હું તેનો બીજો પતિ છું. 3 વર્ષ પહેલા જ્યારે હું તેને મળ્યો ત્યારે તેના છૂટાછેડા થઇ ગયા હતા. તે એક પુત્રીની માતા છે, જે લગભગ 12 વર્ષની હતી. તે તેના પ્રથમ લગ્ન હતા. પત્નીથી તેની આઠ માસની પુત્રી પણ છે. એન્જિનિયરે કહ્યું કે જો તેની થાળીમાંથી ચોખાનો દાણો કે રોટલીનો ટુકડો પણ પડી જાય તો તે તેના પર બૂમો પાડે છે. તે મને તેની ઇચ્છા મુજબ કપડાં પહેરવાનું કહે છે. તે તેને એકલા ચા પીવા પણ જવા દેતી નથી. પોલીસે જણાવ્યું કે પત્નીએ તેના ગુમ થવાની વાત તેના ફોટા અને વીડિયોના માધ્યમથી શેર કરી હતી. એટલે એન્જિનિયરે પોતાનું રૂપ બદલવા માટે માથું મુંડન કરાવ્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top