સુરતમાં ગેસનો બાટલો ફાટતા 7 લોકો દાઝ્યાં

સુરતમાં ગેસનો બાટલો ફાટતા 7 લોકો દાઝ્યાં

11/20/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરતમાં ગેસનો બાટલો ફાટતા 7 લોકો દાઝ્યાં

Gas Cylinder Blast in Surat: મંગળવારે મધ્ય રાત્રિએ કતારગામના ફૂલપાડા વિસ્તારમાં આવેલા ક્રિષ્ના કોમ્પલેક્શના બીજા માળે એક રૂમમાં ગેસ લીકેજ થયા બાદ બાટલો ફાટતા 7 યુવકો દાઝી ગયા હતા. દાઝી ગયેલા તમામને તાત્કાલિક નજીકની ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર એક જ રૂમમાં 10 જેટલાં યુવકો રસોઇ બનાવી રહ્યા હતા. તેઓ કેટરર્સ માટે રસોઇ બનાવતા હતા. એક સાથે 2 ચૂલા પર રસોઇ બનાવવામાં આવી રહી હતી. રૂમમાં 3 ગેસ સિલિન્ડર હતા. તેમાંથી એક બાટલામાંથી ગેસ લિકેજ થતી હતી. આ દરમિયાન કોઇકે લાઇટરથી ગેસ સળગાવવાનો પ્રયાસ કરતા સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો.


ઇજાગ્રસ્ત યુવકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા

ઇજાગ્રસ્ત યુવકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા

આ દુર્ઘટનામાં ચૂલો સળગાવવાનો પ્રયાસ કરનારો યુવક ગંભીર રીતે દાઝી ગયો હતો. તેની સાથે જ રૂમમાં ઉપસ્થિત બીજા 6 યુવકો પણ દાઝી ગયા હતા. બાટલો ફાટવાના કારણે રૂમના બારી-બારણાં તૂટી ગયા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને ફાયર વિભાગના અધિકારીઓએ તમામ ઇજાગ્રસ્ત યુવકોને સારવાર સ્મિમેરમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ વધુ સારવાર માટે તેમને કિરણ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દાઝી ગયેલા યુવકોની ઓળખ બાદલ પાસવાન, ચંગોરા પાસવાન અને પ્રદ્યુમન પાસવાન, અનંત પાસવાન, બલરામ પાસવાન, મિથુન પાસવાન, સાગર પાસવાન તરીકે થઇ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top