એક જ રાતમાં અને ખાલી આટલા કલાકમાં 80 આંચકા અનુભવાયા,આ દેશમાં સેંકડો ભૂકંપ આવી ચૂક્યા! લોકોમાં ભયનો માહોલ
Earthquake : થોડા દિવસ પહેલા આવેલા ભૂકંપમાંથી તાઈવાનના લોકો હજુ સંપૂર્ણ રીતે બહાર આવ્યા ન હતા, ત્યારે ફરી એકવાર તાઈવાનની ધરતી ભૂકંપથી હચમચી ગઈ. અહીં એક જ રાતમાં ભૂકંપના 80 આંચકા અનુભવાયા હતા. તેમાંથી સૌથી શક્તિશાળી આંચકો 6.3ની તીવ્રતાનો હતો. આ ભૂકંપ પછી 3 એપ્રિલના ભૂકંપથી નુકસાન પામેલી ઇમારતો હવે એક તરફ નમેલી છે.જણાવવામાં આવી રહ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર હુઆલીનના ગ્રામીણ ઈસ્ટર્ન કાઉન્ટીમાં હતું. અહીં 3 એપ્રિલે 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં લગભગ 14 લોકોના મોત થયા હતા. આ શક્તિશાળી ભૂકંપ બાદથી તાઈવાનમાં સેંકડો ભૂકંપ આવી ચૂક્યા છે.
હુઆલીનના અગ્નિશમન વિભાગે જણાવ્યું હતું કે 3 એપ્રિલે આવેલા ભૂકંપ બાદ એક હોટલને ખરાબ રીતે નુકસાન થયું હતું અને ગઈકાલે રાત્રે આવેલા ભૂકંપ બાદ તે વધુ નમેલી છે. જો કે, વિભાગે એ પણ માહિતી આપી હતી કે હાલમાં તે બિલ્ડિંગમાં હોટેલ ચલાવવામાં આવી રહી નથી.
More than 80 #earthquakes, the strongest of 6.3 magnitude, struck #Taiwan 's east coast starting Monday night and into the early hours of Tuesday (April 23) and some caused shaking of buildings in the capital #Taipei . pic.twitter.com/DGcO7p8WMF — Smriti Sharma (@SmritiSharma_) April 23, 2024
More than 80 #earthquakes, the strongest of 6.3 magnitude, struck #Taiwan 's east coast starting Monday night and into the early hours of Tuesday (April 23) and some caused shaking of buildings in the capital #Taipei . pic.twitter.com/DGcO7p8WMF
વૈજ્ઞાનિક રીતે સમજવા માટે આપણે પૃથ્વીની રચનાને સમજવી પડશે. પૃથ્વી ટેકટોનિક પ્લેટો પર સ્થિત છે. તેની નીચે પ્રવાહી લાવા છે અને તેના પર ટેક્ટોનિક પ્લેટો તરે છે. ઘણી વખત આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે. વારંવાર અથડામણને કારણે, કેટલીકવાર પ્લેટોના ખૂણાઓ વળે છે અને જ્યારે ખૂબ દબાણ હોય છે, ત્યારે આ પ્લેટો તૂટવા લાગે છે. આવી સ્થિતિમાં, નીચેથી આવતી ઊર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે છે. જ્યારે આ વિક્ષેપ બનાવે છે, ત્યારે ધરતીકંપ થાય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp