સુરત: ડુમસના દરિયામાં તરતી દેખાયેલી આ કાળા રંગની ઇનોવા કાર તમારા ઓળખીતાની તો નથી ને?

સુરત: ડુમસના દરિયામાં તરતી દેખાયેલી આ કાળા રંગની ઇનોવા કાર તમારા ઓળખીતાની તો નથી ને?

07/02/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરત: ડુમસના દરિયામાં તરતી દેખાયેલી આ કાળા રંગની ઇનોવા કાર તમારા ઓળખીતાની તો નથી ને?

સુરત: સુરતનો ડુમસ બીચ (Dumas) હરવા-ફરવા માટે જાણીતો છે. સામાન્ય દિવસોમાં બીચ પર સુરતીઓની અવર જવર મોટા પ્રમાણમાં જોવા મળતી હોય છે. પરંતુ હાલમાં કોરોનાની વર્તમાન સ્થિતિને જોતા તંત્ર દ્વારા આ બીચ સહેલાણીઓ માટે બંધ રાખવામાં આવ્યો છે. તેવામાં ડુમસ બીચ પર દરિયામાં વચ્ચે તરી રહેલી કાળા રંગની ઇનોવા કારે લોકોમાં કુતુહલ પેદા કર્યું છે.

ડુમસના દરિયાના પાણીમાં તરી રહેલી આ કાર અહીં પહોંચી કેવી રીતે એ અંગે અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે. છેલ્લા ઘણા દિવસોથી ડુમસ બીચની વચ્ચે તરી રહેલી આ ઇનોવા કાર કોની છે તેની જાણકારી મળી નથી. GJ-05-JC-9985 નંબરની આ કાળા રંગની ઇનોવા ગાડી તરી રહી છે. જેના કારણે અહીંના આસપાસના લોકોમાં કુતૂહલ જોવા મળી રહ્યું છે.

સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે જો ડુમસ પોલીસ કારનો કબજો મેળવીને જો ગાડી નંબરના આધારે વાહન માલિકનો પત્તો મેળવે તો માહિતી બહાર આવી શકે તેમ છે. આ ગાડી ડુમસ બીચની વચ્ચે કેવી રીતે આવી તેના પણ રહસ્ય પરથી પડદો ઊંચકાઈ શકે છે. ડુમસ બીચ પર તરતી હાલતમાં જોવા મળતી કારનો આગળનો કાચ તુટેલો છે. એટલું જ નહિ કારનો ઉપરનો ભાગ છુંદાઇ ગયેલો જોવા મળી રહ્યો છે. જેને કારણે કારનો અકસ્માત થયો હોવાનું પ્રાથમિક અંદાજો લગાડવામાં આવી રહ્યો છે.જોકે, પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો જ આ મામલે સ્પષ્ટ જાણકારી બહાર આવી શકે તેમ છે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top