સુરતમાં ડેટા એન્ટ્રીના કામના બહાને પૈસા પડાવતું કોલ સેન્ટર પકડાયું, લોકો પાસે વસુલતા હતા લાખો,

સુરતમાં ડેટા એન્ટ્રીના કામના બહાને પૈસા પડાવતું કોલ સેન્ટર પકડાયું, લોકો પાસે વસુલતા હતા લાખો, જાણો

09/09/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરતમાં ડેટા એન્ટ્રીના કામના બહાને પૈસા પડાવતું કોલ સેન્ટર પકડાયું, લોકો પાસે વસુલતા હતા લાખો,

સુરતના રીંગરોડ ઉધના દરવાજા સ્થિત ટવેન્ટી ફર્સ્ટ સેન્ચુરી બિલ્ડીંગમાં આવેલી પ્રિવેન્ટ એન્ટરપ્રાઈઝની ઓફિસમાં રેઈડ કરી સલાબતપુરા પોલીસે વર્ક ફ્રોમ હોમના નામે લોકોને ડેટા એન્ટ્રીનું કામ આપી તેમને છેતરી તેમને કોર્ટ કેસ અને પોલીસ કેસ કરવાની ધમકી આપી પૈસા પડાવતા અને છેલ્લા દોઢ વર્ષથી ધમધમતા કોલ સેન્ટરનો પર્દાફાશ કરી કોલ સેન્ટરના સંચાલક, તેના સાગરીત, દંપતી સહિત સાતની ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સલાબતપુરા પીઆઈ બી.આર.રબારીને મળેલી બાતમીના આધારે સેકન્ડ પીઆઈ એસ.એ.શાહ અને સર્વેલન્સ સ્ટાફે ગત બુધવારે સાંજે રીંગરોડ ઉધના દરવાજા સ્થિત ટવેન્ટી ફર્સ્ટ સેન્ચુરી બિલ્ડીંગમાં ચોથા માળે આવેલી પ્રિવેન્ટ એન્ટરપ્રાઈઝની ઓફિસમાં રેઈડ કરી હતી.પ્રિવેન્ટ એન્ટરપ્રાઈઝ વર્ક ફ્રોમ હોમ કરવા ઇચ્છુક લોકોને ઊંચા વળતરની લાલચ આપી ઓનલાઈન ડેટા એન્ટ્રીનું જોબવર્ક આપી તેમની સાથે ફ્રોડ કરી કેસ કરવાની ધમકી આપી પૈસા પડાવતી હતી.કોલ સેન્ટરમાંથી પોલીસે કોલ સેન્ટરના સંચાલક, તેના સાગરીત, દંપતી સહિત સાતની ધરપકડ કરી બે કોમ્પ્યુટર, 9 મોબાઈલ ફોન, 11 સાદા કીપેડ વાળા ફોન, લેપટોપ, રોકડા રૂ.4250, પાંચ એટીએમ કાર્ડ વિગેરે મળી કુલ રૂ.2,55,450 નો મુદામાલ કબજે કર્યો હતો.

પોલીસને ત્યાંથી એચડીએફસી બેન્કના ક્રેડિટ કાર્ડના ફોર્મ, કેવાયસીના ફોર્મ અને રાઠોડ એન્ડ સન્સના નામનો લેમીનેશન કરેલો ડીસ્ટ્રીબ્યુશન ઓથોરાઇઝ લેટર પણ મળ્યો હતો.આ કોલ સેન્ટર છેલ્લા દોઢ વર્ષથી ધમધમતું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.


કોણ કોણ ઝડપાયું

(1) સંચાલક દાનીશ સલીમભાઇ શાહ ( ઉ.વ.23, રહે.ઘર.નં.102, શીવગીરી એપાર્ટમેન્ટ, માચીસવાલા માર્કેટની પાસે, ચોકબજાર, સુરત )

(2) દાનીશનો સાગરીત કામીલ મોહમદ રફીક શેખ ( ઉ.વ.21, રહે.ઘર.નં.403, પાલ કોમ્પ્લેક્ષ, ખ્વાજા દાના રોડ પાસે, મોમનાવાડ, અઠવા, સુરત )

(3) અરશદ અલ્તાફભાઇ રફત ( ઉ.વ.22, રહે.ઘર.નં.4/4871,, ભટીયારા મહોલ્લા, ઝાંપાબજાર પાસે, મહીધરપુરા, સુરત )

(4) સાકીર આસીફખાન પઠાણ ( ઉ.વ.22, રહે.રૂમ.નં.5, ખાલાની ચાલીમાં, ગુલઝરનગર, ઉન ગામ તળાવ પાસે, ઉન પાટીયા, સુરત )

(5) સાકીરની પત્ની સાનીયા ( ઉ.વ.19 )

(6) ઇમરાન અબ્દુલ ગફાર મણીયાર ( ઉ.વ.19, રહે.ઘર.નં.215-216, અંબર કોલોની પાસે, હરીનગર, ઉધના, સુરત )

(7) સાહીલ સલીમભાઇ નારીયેલી ( ઉ.વ.20, રહે.ધોબી શેરી, પાલ કોમ્પ્લેક્ષની સામે, ખ્વાજા દાના રોડ, મોમનાવાડ, અઠવા, સુરત )


કોન્ટ્રાકટ ભંગ બદલ લોકો પાસે રૂ.5880 વસુલતા હતા

કોન્ટ્રાકટ ભંગ બદલ લોકો પાસે રૂ.5880 વસુલતા હતા

પ્રિવેન્ટ એન્ટરપ્રાઈઝ વર્ક ફ્રોમ હોમ કરવા ઇચ્છુક લોકોને ઓનલાઈન ડેટા એન્ટ્રીનું જોબવર્ક આપી તેના બદલામાં સારું વળતર આપવાની જાહેરાત ઓનલાઇન પ્લેટફોર્મ પર મૂકતું અને કવીકર માર્કેટ પ્લેસમાંથી ગ્રાહકોનો મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી મેળવી તેમનો કોલ સેન્ટરમાંથી સંપર્ક કરી કંપનીના નિયમ મુજબ સમયમર્યાદામાં ડેટા એન્ટ્રીનું કામ કરવા વાત કરાતી હતી.જે ગ્રાહક કામ માટે સંમત થાય તેની તમામ માહિતી પોતાની કંપનીની વેબ પોર્ટલ લીંક મોકલી તેમાં રજીસ્ટ્રેશન કરાવી મેળવ્યા બાદ ડેટા એન્ટ્રીના કામમાં 90% ઉપર ચોકસાઈ આવે તો જ પૈસા આપવાની અને 80% થી 85% નીચે ચોકસાઈ આવે તો કોન્ટ્રાક્ટનો ભંગ કરવા બદલ કંપનીને ગ્રાહકે રૂ.5880 ચૂકવવાના તેવો કોન્ટ્રાકટ કરતા હતા.જોકે, કંપનીના સોફ્ટવેરમાં પહેલેથી જ એવું સેટીંગ કરવામાં આવતું કે ગ્રાહક 100% સાચું કામ કરે તો પણ તેનું કામ 80% થી 85% સુધી જ સાચું હોવાનું જણાવી તેને કેસ કરવાની ધમકી આપી પૈસા ઓનલાઇન ટ્રાન્સફર કરાવતા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top