ધનતેરસ પર 59 વર્ષ બાદ અતિ દુર્લભ સંયોગ, આ 5 રાશિઓને માલામાલ કરશે ભગવાન ધનવંતરી

ધનતેરસ પર 59 વર્ષ બાદ અતિ દુર્લભ સંયોગ, આ 5 રાશિઓને માલામાલ કરશે ભગવાન ધનવંતરી

11/07/2023 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

ધનતેરસ પર 59 વર્ષ બાદ અતિ દુર્લભ સંયોગ, આ 5 રાશિઓને માલામાલ કરશે ભગવાન ધનવંતરી

ધનતેરસ પર ગ્રહોનો ખૂબ જ દુર્લભ સંયોગ 59 વર્ષ બાદ રચાઇ રહ્યો છે. ખરેખર, આ વખતે ધનતેરસ પર શનિ પોતાની રાશિ કુંભમાં 30 વર્ષ બાદ રહેશે. તેવામાં શુક્ર કન્યા રાશિમાં અને ગુરુ મેષ રાશિમાં તથા સૂર્ય તુલા રાશિમાં રહેશે. ગ્રહોની આવી સ્થિતિ 59 વર્ષ બાદ બની રહી છે. આ દરમિયાન ગુરુ મેષ રાશિમાં બિરાજમાન થઇને પોતાની સપ્તમ દ્રષ્ટિથી સૂર્યને નિહાળી રહ્યાં છે. શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં બિરાજમાન શશ રાજયોગનું નિર્માણ કરી રહ્યાં છે. શુક્ર પોતાની મિત્ર રાશિ કન્યામાં બિરાજમાન છે અને બંને હાથે ધન લૂંટાવી રહ્યાં છે. ચાલો જાણીએ કે ધનતેરસ પર કઇ 5 રાશિઓને લાભ થશે.


મેષ

મેષ

મેષ રાશિના જાતકો માટે ગ્રહોનો શુભ સંયોગ ખૂબ જ અનુકૂળ સાબિત થશે. આ દરમિયાન તમને કરિયરમાં કેટલાંક અવસર મળશે જે તમારા માટે ખૂબ જ ઉત્તમ ફળ આપનાર સાબિત થશે. આ સમયગાળામાં તમે જે પણ રોકાણ કરશો તેનાથી તમને ભવિષ્યમાં સારો લાભ થશે. ઘર પરિવારમાં પણ શાંતિનો માહોલ રહેશે. પાછલા લાંબા સમયથી તમે જો કોઇ સ્વાસ્થ્ય સમસ્યાથી પરાશાન છો તો તમારા સ્વાસ્થ્યમાં સુધાર આવશે. ઉપાય- ઓમ ઘૃણિ: સૂર્યાય નમ:, ઓમ અં અંગારકાય નમ:


મિથુન

મિથુન

મિથુન રાશિના જાતકો માટે ધનતેરસ પર રચાઇ રહેલો ગ્રહોનો શુભ સંયોગ ખૂબ જ લાભકારક સાબિત થશે. તમે પાછલા કેટલાંક સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યાં છો તો તમારા સ્વાસ્થ્યમાં સુધાર થશે. પ્રેમ સંબંધોની દ્રષ્ટિએ પણ ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં રહેશે. જો તમારું કોઇ સરકારી કામ હોય તો આ સમયગાળામાં પૂરું થઇ શકે છે. આ દરમિયાન તમે કેટલાંક સામાજિક અને ધાર્મિક કાર્યોમાં ભાગ લેશો. જેનાથી તમારી સામાજિક પ્રતિષ્ઠામાં લોકપ્રિયતા વધશે. તમારી આવકમાં વૃદ્ધિના યોગ છે. તમે તમારા કામકાજને લઇને નવી યોજનાઓ બનાવી શકો છો. ઉપાય - ઓમ શં શનૈશ્વરાય નમ: આ મંત્રનો જાપ દર શનિવારે ઓછામાં ઓછા 108 વાર કરો.


સિંહ

સિંહ

ધનતેરસ પર ગ્રહોની એવી સ્થિતિ બની રહી છે કે આ મહિનો સિંહ રાશિના જાતકો માટે ખૂબ જ અનુકૂળ સાબિત થશે. આ મહિને તમારી અંદર એક અલગ જ ઉત્સાહ જોવા મળશે. વિવાહ યોગ્ય યુવક-યુવતીઓ માટે વિવાહના યોગ બની રહ્યાં છે. પારિવારિક સુખની દ્રષ્ટિએ પણ ગ્રહોનો સંયોગ ખૂબ જ શુભ સાબિત થશે. જે દંપત્તિ સંતાનની કામના કરી રહ્યાં છે તેમની ઇચ્છા આ સમયે પૂરી થઇ શકે છે. આર્થિક દ્રષ્ટિએ આ સમય ખૂબ જ અનુકૂળ રહેવાનો છે. તમને આ દરમિયાન સ્થાયી સંપત્તિમાં લાભ થવાની સંભાવના છે. ઉપાય- ઓમ રાં રાહવે નમ: આ મંત્રનો જાપ દરરોજ ઓછામાં ઓછા 21 કે 108 વાર કરો.


મકર

મકર

મકર રાશિના લોકો માટે પણ આ મહિનો ખૂબ જ અનુકૂળ રહેવાનો છે. આ દરમિયાન તમને તમારી જૂની તમામ સમસ્યાઓથી રાહત મળશે. પરિશ્રમ અને પ્રયાસોનું પૂરુ ફળ મળશે. આ દરમયાન તમને મિત્રોનો પૂરો સહયોગ મળશે. જેનાથી તમારા કામ સમય પર પૂરા થતા જશે. તમારી માનસિક સ્થિતિ પણ સારી રહેશે. વિવાહ યોગ્ય યુવતીઓ માટે કોઇ સારુ માગુ આવી શકે છે. નોકરિયાત લોકો માટે આ સમય ખૂબ ઉપલબ્ધિઓ અપાવનાર છે. ઉપાય- ઓમ બૃહસ્પતયે નમ: આ મંત્રનો જાપ 108 વાર બુધવારના દિવસે કરો.


કુંભ

કુંભ

કુંભ રાશિના લોકો માટે આ મહિનો તમને માનસિક રૂપે શાંતિ અપાવશે. જો તમારુ કોઇ કામ અટકી પડ્યું હોય તો તે પૂરુ થશે. તમારુ પારિવારિક જીવન ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પસાર થશે. વેપારીઓને આ દરમિયાન કોઇ સારી ડીલ મળશે. જેનાથી તમને જબરદસ્ત ધનલાભ થશે. આ દરમિયાન તમારી આવક વધશે. તમારા ધનમાં વૃદ્ધિ થશે. કાર્યસ્થળ પર ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. ઉપાય- ઓમ ઘૃણિ: સૂર્યાય નમ: આ મંત્રનો જાપ દરરોજ 108 વાર કરો.

(Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે SidhiKhabar.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top