Video: ‘5 કલાકથી લાશ પડી છે..’ સૂચના મળતા તળાવ કિનારે પહોંચી પોલીસ, બહાર ખેચવા પર જીવતો નીકળ્યો શખ્સ
તેલંગાણા હનુમાકોંડા જિલ્લાથી એક અનોખી ઘટના સામે આવી છે. રેડ્ડીપુરમ પોલીસને સૂચના મળી કે એક વ્યક્તિનું શબ લગભગ 8 કલાકથી તળાવના પાણીમાં તરી રહ્યું છે. ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે સ્થાનિક લોકોની ઉપસ્થિતિમાં પાણીમાં ઉતરીને વ્યક્તિનો હાથ પકડીને બહાર ખેંચ્યો તો તે અચાનક ઊભો થઈ ગયો. એ જોઈને પોલીસ અને સ્થાનિક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. જિલ્લાના કોવેલાકુંટાના રેડ્ડીપુરમની આ ઘટના છે.
नदी में तैरती लाश देख.. पुलिस ने बाहर खींचा तो जिंदा निकाला... बेचारा गर्मी से था परेशान..😅😅 pic.twitter.com/I6CpyfDF9r — अनामिका यादव (@AAnamika_) June 11, 2024
नदी में तैरती लाश देख.. पुलिस ने बाहर खींचा तो जिंदा निकाला... बेचारा गर्मी से था परेशान..😅😅 pic.twitter.com/I6CpyfDF9r
મંગળવારે સવારે 7:00 વાગ્યાથી બપોરે 12:00 વાગ્યા સુધી એક વ્યક્તિ પાણીમાં પડેલો નજરે પડ્યો. એ જોઈને સ્થાનિક લોકોએ પોલીસ અને 108 ઇમરજન્સી નંબર પર કોલ કર્યો. લાગી રહ્યું હતું કે પાણીમાં નાહવા ઉતરેલા વ્યક્તિનું મોત થઈ ગયું છે. જાણકારી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી, પરંતુ જ્યારે એ વ્યક્તિને પાણીથી બહાર ખેંચ્યો તો પોલીસ અને ઇમરજન્સી સેવાના કર્મચારી એ જોઈને ચોંકી ગયા કે એ વ્યક્તિ તો જીવતો હતો. વ્યક્તિની ઓળખ નેલ્લોર જિલ્લાના કાવલીના રહેવાસીના રૂપમાં થઈ છે. પોલીસે જણાવ્યું કે, તે છેલ્લા 10 દિવસોથી ગ્રેનાઇટની ખાણમાં કાળઝાળની ગરમીમાં 12 કલાક કામ કરી રહ્યો હતો એટલે શરીરને ઠંડક આપવા અને આરામ કરવા પાણીમાં તરી રહ્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp