દિગ્ગજ અભિનેત્રી કરીના કપૂર બની કોરોનાનો શિકાર- તંત્ર થયું દોડતું, BMC એ આપ્યા કડક આદેશ

દિગ્ગજ અભિનેત્રી કરીના કપૂર બની કોરોનાનો શિકાર- તંત્ર થયું દોડતું, BMC એ આપ્યા કડક આદેશ

12/14/2021 Glamour

SidhiKhabar

SidhiKhabar

દિગ્ગજ અભિનેત્રી કરીના કપૂર બની કોરોનાનો શિકાર- તંત્ર થયું દોડતું, BMC એ આપ્યા કડક આદેશ

છેલ્લા એક વર્ષ કરતા પણ વધારે સમયથી કાળો કેર પ્રવર્તાવી રહેલ કોરોના વાયરસને કારણે સેકંડો લોકોના મોત થયા છે તેમજ હાલમાં પણ આ વાયરસ નાના-મોટા એમ સૌ કોઈને પોતાનો શિકાર બનાવી રહ્યો છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. મળી રહેલ જાણકારી પ્રમાણે, બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર કોરોના સંક્રમિત થયા પછી BMC દ્વારા સુરક્ષા માટે એમની બિલ્ડિંગને સીલ કરી દેવાઈ છે. કરણ જોહર, અમૃતા અરોરા, કરીના કપૂર, સદગુરુ શરણ તેમજ સરકાર હેરિટેજ બિલ્ડિંગને BMC દ્વારા સીલ કરી દેવામાં આવી છે. કરિના કપૂર ખાન કોવિડ પોઝિટિવ હોવાનું જણાયું ત્યારથી તે ક્વોરેન્ટાઇનમાં રહેલી છે. BMC દ્વારા કરીના કપૂરના ઘરની બહાર નોટિસ પણ લગાવી દેવામાં આવી છે.

કરીના કપૂર ખાન તથા અમૃતા અરોરા કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યા પછી BMC દ્વારા આજે ​​કરીના કપૂરની બિલ્ડિંગ તથા અમૃતા અરોરાની બિલ્ડિંગમાં કોવિડ ટેસ્ટિંગ કેમ્પ લગાવ્યો છે. આ કેમ્પમાં BMCની મેડિકલ ટીમ કોવિડ ટેસ્ટિંગ માટે કરીના તેમજ અમૃતાના બિલ્ડિંગમાં જશે.

આ દરમિયાન બંનેના સંપર્કમાં આવેલ લોકોનો RT-PCR ટેસ્ટ કરવામાં આવશે. આની સાથે જ BMC ટીમમાં એવા લોકો હશે કે, જેઓ બિલ્ડિંગ કમ્પાઉન્ડ તથા અન્ય જગ્યાઓને સેનિટાઈઝ કરશે. કોરોના પોઝિટિવ આવ્યા પછી કરીના હોમ આઇસોલેશનમાં છે.

BMC દરરોજ તેમના સ્વાસ્થ્યની તપાસ કરશે. કરીના કપૂરની મિત્ર અમૃતા અરોરા સાથે ડિનર પાર્ટીમાં હાજરી દરમિયાન કોરોનાનો શિકાર બની હતી. સમગ્ર લોકડાઉન દરમિયાન કરીનાએ સાવચેતી રાખવાની સાથોસાથ તે ઘરની બહાર નીકળતી ત્યારે પણ હંમેશા સતર્ક રહેતી હતી.

કમનસીબે આ વખતે જ્યારે અમૃતા અરોરા સાથે નીકળી ત્યારે તેણે ડિનરમાં હાજરી આપી હતી. જ્યાં કેટલાક પસંદગીના મિત્રો પણ સામેલ થયા હતા. આ જૂથમાં એક એવી પણ વ્યક્તિ હતી કે, જે આ પ્રસંગે સતત બીમાર તેમજ ખાંસી અનુભવી રહી હતી. આ તે વ્યક્તિ છે કે, જેના દ્વારા તે ફેલાયો છે.

આ વ્યક્તિએ જવાબદાર વલણ અપનાવીને આ પાર્ટીમાં હાજરી આપવી ન જોઈએ તેમજ અન્ય લોકોના જીવને જોખમમાં મૂકવા જોઈએ નહીં. કરીના કપૂરનેચેપ લાગતાની સાથે જ તેણે પોતાની જાતને ક્વોરન્ટાઈન કરી લીધી હતી તેમજ હવે તે તેની સાથે સંપૂર્ણ સાવચેતી રાખી રહી છે અને કોરોના પ્રોટોકોલનું પાલન કરી રહી છે. એક જવાબદાર નાગરિક તરીકે અને તે તેના પરિવારના સભ્યોની સુરક્ષા માટે પણ ખુબ ચિંતિત છે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top