ગણેશ ચતુર્થી 2022: 10 વર્ષ પછી ગણેશ ચતુર્થી પર બની રહ્યો છે આ ખાસ સંયોગ, આ મુહૂર્તમાં કરો ગણપતિ

ગણેશ ચતુર્થી 2022: 10 વર્ષ પછી ગણેશ ચતુર્થી પર બની રહ્યો છે આ ખાસ સંયોગ, આ મુહૂર્તમાં કરો ગણપતિની પૂજા

08/30/2022 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

ગણેશ ચતુર્થી 2022: 10 વર્ષ પછી ગણેશ ચતુર્થી પર બની રહ્યો છે આ ખાસ સંયોગ, આ મુહૂર્તમાં કરો ગણપતિ

લાઈફસ્ટાઈલ ડેસ્ક : આ વર્ષે ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ખાસ રહેવાનો છે. લગભગ દસ વર્ષ બાદ ગણેશ ચતુર્થીના દિવસે એક ખાસ સંયોગ બનવા જઈ રહ્યો છે. આ સંયોગમાં જે લોકો ભગવાન ગણેશની યોગ્ય રીતે પૂજા કરે છે તેમની તમામ મનોકામનાઓ જલ્દી જ પૂર્ણ થાય છે. તેની સાથે ભગવાન ગણેશની વિશેષ કૃપા પણ તેમના પર રહેશે.


ગણેશનો જન્મ થયો હોવાનો દુર્લભ સંયોગ

ગણેશનો જન્મ થયો હોવાનો દુર્લભ સંયોગ

ગણેશ ચતુર્થી દર વર્ષે ભાદ્રપદ (ભાદરવા) મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે ઉજવવામાં આવે છે. તેને વિનાયક ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 31 ઓગસ્ટે આવે છે. જ્યોતિષીઓનું કહેવું છે કે આ વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હોવાનો દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે. લગભગ 10 વર્ષ પહેલા 2012માં ગ્રહોનો આવો અદ્ભુત સંયોગ થયો હતો. ગણેશ પુરાણમાં કહેવાયું છે કે ગણેશનો જન્મ ભાદ્રપદના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે થયો હતો. તે દિવસે શુભ બુધવાર હતો. આવું જ કંઈક આ વર્ષે પણ થઈ રહ્યું છે. આ વર્ષે પણ ભાદ્ર શુક્લ ચતુર્થી તિથિ બુધવારે દિવસ દરમિયાન રહેશે. 31મી ઓગસ્ટે ઉદિયા કાલિન ચતુર્થી તિથિ અને મધ્યાહ્ન વ્યાપી ચતુર્થી હોવાથી આ શુભ અવસર પર ગણેશજીની પૂજા કરવી ભક્તો માટે ખૂબ જ લાભદાયી રહેશે. ભગવાન ગણેશની પૂજા કરવાથી જે પણ અવરોધો આવી રહ્યા છે તે દૂર થશે અને ચોક્કસ લાભ થશે. ગણેશ ચતુર્થી પર રવિ યોગ પણ બનશે.


ગણેશ પૂજા શુભ મુહૂર્ત

ગણેશ પૂજા શુભ મુહૂર્ત

અમૃત યોગ : સવારે 07.05 થી 08.40 સુધી

શુભ યોગ : સવારે 10:15 થી 11:50 સુધી

ગણેશ ચતુર્થીના દિવસે હળદર, નારિયેળ, મોદક, સોપારી, ગલગોટાનું ફૂલ, કેળું વગેરે ચઢાવવાથી ગણેશજી પ્રસન્ન થાય છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે અને જીવનમાં ચાલી રહેલી પરેશાનીઓનો અંત આવે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top