'All Eyes on Rafah' ઈઝરાયલે માનવતાની વિરુદ્ધ યુદ્ધ અપરાધ કર્યો.! 57 મુસ્લિમ દેશોએ ઝાટકણી કાઢી

'All Eyes on Rafah' ઈઝરાયલે માનવતાની વિરુદ્ધ યુદ્ધ અપરાધ કર્યો.! 57 મુસ્લિમ દેશોએ ઝાટકણી કાઢી

05/30/2024 WAR UPDATES

SidhiKhabar

SidhiKhabar

'All Eyes on Rafah' ઈઝરાયલે માનવતાની વિરુદ્ધ યુદ્ધ અપરાધ કર્યો.! 57 મુસ્લિમ દેશોએ ઝાટકણી કાઢી

Gaza War :  બધાની નજર રફાહ પર છે... આ 4 શબ્દો બુધવારથી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયા છે. આનો સીધો સંબંધ ઈઝરાયેલ-હમાસ યુદ્ધ સાથે છે. ઈઝરાયેલે રફાહ શહેર પર હુમલો કર્યો જેમાં 45 થી વધુ લોકોના મોત નિપજ્યા છે, અને આ નાનકડું શહેર દુનિયાભરમાં ચર્ચામાં આવ્યું છે, સોશિયલ મીડિયા પર ‘All Eyes on Rafah’ ટ્રેન્ડ થયું છે.


યુદ્ધના કારણે લગભગ 14 લાખ લોકો રફાહમાં

યુદ્ધના કારણે લગભગ 14 લાખ લોકો રફાહમાં

આ વાક્યનો અર્થ વિશ્વભરના લોકોને અપીલ કરવાનો છે કે પેલેસ્ટાઇનમાં બની રહેલી ઘટનાઓ પ્રત્યે આંખ આડા કાન ન કરો. આ વાક્ય સાથે લખેલી એક તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે, જેમાં મોટી સંખ્યામાં તંબુઓ દેખાય છે. આ રફાહના શિબિરોની પ્રતીકાત્મક છબી છે. તમને જણાવી દઈએ કે ઈઝરાયેલ-હમાસ યુદ્ધના કારણે લગભગ 14 લાખ લોકો રફાહમાં આશ્રય લઈ રહ્યા છે. ઈઝરાયેલ હવે આ કેમ્પ પર હુમલો કરી રહ્યું છે. 


46 લોકોનાં મોત થયા હતાં

46 લોકોનાં મોત થયા હતાં

ગાઝાના દક્ષિણમાં આવેલા રફાહ શહેરમાં ઇઝરાયેલ સતત હુમલા કરી રહ્યું છે જેમાં અનેક વિસ્થાપિત પેલેસ્ટાઇનોનાં મોત થયા છે. રવિવારે વિસ્થાપિતોના કેમ્પ પર કરાયેલા હવાઇ હુમલામાં 46 લોકોનાં મોત થયા હતાં જેમાં મોટા ભાગે મહિલાઓ અને બાળકો હતાં. પેલેસ્ટાઇન ઓથોરિટીએ આ હુમલા અંગે જણાવ્યું છે કે ઇઝરાયેલે જાણીજોઇને વિસ્થાપિતોને નિશાન બનાવી હવાઇ હુમલા કર્યા છે. મંગળવારે પણ રફાહ પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 21 લોકોનાં મોત થયા હતાં અને 64 ઘાયલ થયા હતાં.

ઇઝરાયેલના હુમલામાં પેલેસ્ટાઇન નાગરિકોના થઇ રહેલા મોત સામે અરબ દેશોમાં ભારે રોષ છે. સઉદી અરબ, યુએઇ, કતર, મિશ્ર સહિત અનેક આરબ દેશોએ હુમલા માટે ઇઝરાયેલની ટીકા કરી છે.22 અરબ દેશોના સંગઠન અરબ લીગે પણ ઇઝરાયેલના હુમલાની ટીકા કરી છે અને વિસ્થાપિતો પર હુમલાને યુદ્ધ અપરાધ ગણાવ્યું છે. લીગના મહાસચિવ અહમદ અબુલ ગેઇતે યુદ્ધ અપરાધો માટે અપરાધીઓને દોષિત ઠેરવવા માટે આ અપરાધને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લઇ જવાની માગ કરી છે.


57 મુસ્લિમ દેશોના સંગઠન ઇસ્લામિક

57 મુસ્લિમ દેશોના સંગઠન ઇસ્લામિક

અરબ સંસદે જણાવ્યું છે કે ઇઝરાયેલ સેનાએ કાયદા, આંતરરાષ્ટ્રીય જોગવાઇઓ અને કાયદાકીય મૂલ્યોને તોડયા છે. જેને તાત્કાલિક રોકવાની જરૂર છે. ઇઝરાયેલના હુમલા અંગે સમગ્ર વિશ્વના 57 મુસ્લિમ દેશોના સંગઠન ઇસ્લામિક સહયોગ સંગઠન (ઓઆઇસી)એ એક નિવેદન જારી કર્યુ છે. આ નિવેદનમાં ઓઆઇસીએ મહિલાઓ અને બાળકોની હત્યા માટે ઇઝરાયેલની આકરી ટીકા કરી છે અને તેને માનવતાની વિરુદ્ધ યુદ્ધ અપરાધ ગણાવ્યો છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય અપરાધ કાયદા હેઠળ અપરાધીઓને જવાબદાર ઠેરવવા જોઇએ. નિવેદનમાં આગળ જણાવવામાં આવ્યું છે કે ઓઆઇસીએ આંતરરાષ્ટ્રીય સમુદાય ખાસ કરીને યુએન સુરક્ષા પરિષદને અપીલ કરી છે કે તે ઇઝરાયેલને આંતરરાષ્ટ્રીય રોપ્ટના ચુકાદાનો અમલ કરવા માટે મજબૂર કરે અને ઇઝરાયેલના હુમલાને રોકે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમેરિકા પણ ગાઝામાં નરસંહાર માટે ઇઝરાયેલ જેટલો જ જવાબદાર છે. જો કે બીજી તરફ ઇઝરાયેલે જણાવ્યું છે કે ગાઝામાં છેલ્લા સાત મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે અને અમે આગામી સાત મહિના સુધી યુદ્ધ માટે તૈયાર છીએ. અમે હમાસનો ખાતમો કરવા માગીએ છીએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top