મોદી 3.0 સરકારની વિભાગોની ફાળવણી.'જાણો PM મોદીએ કયા-કયા મંત્રાલય પોતાની પાસે રાખ્યા? કોને શું મળ્યું?
મોદી 3.0 સરકારમાં વિભાગોની ફાળવણી થઈ ગઈ છે. PM મોદી પાસે પ્રધાનમંત્રી પદની સાથે સાથે અનેક મહત્વના મંત્રાલય પણ હશે. તેઓ કાર્મિક મંત્રાલય, પરમાણુ ઉર્જા, અંતરિક્ષ, અને તમામ પ્રમુખ નીતિગત મુદ્દાના પ્રભારી રહેશે. આ ઉપરાંત અન્ય વિભાગ જે કોઈ અન્ય મંત્રીને ફાળવવામાં નથી આવ્યા તેની કમાન પણ PM મોદીના હાથમાં રહેશે. મોદી 3.0માં મોટાભાગના મોટા કેબિનેટ મંત્રીઓના વિભાગો યથાવત રાખવામાં આવ્યા છે. ટોપ 4 પોર્ટફોલિયો સાથે કોઈ છેડછાડ કરાઈ નથી.
5 રામદાસ આઠવલે- સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયમાં રાજ્ય મંત્રી
20- કમલેશ પાસવાન- ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં રાજ્ય મંત્રી
21- ભાગીરથ ચૌધરી- કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી
અત્રે જણાવવાનું કે મોદી કેબિનેટની પહેલી બેઠકમાં જે નિર્ણય લેવાયો છે તે મુજબ પીએમ આવાસ યોજનાને વધુ એક્સ્ટેન્ડ કરવામાં આવી છે. એવું સામે આવ્યું છે કે પીએમ આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ નવા ઘર બનાવવામાં આવશે. આ અગાઉ 4.21 કરોડ ઘર બની ચૂક્યા છે. સોમવારે પીએમ મોદીની કેબિનેટની પહેલી બેઠક યોજાઈ. જેમાં આ નિર્ણય લેવાયો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp