મેના પહેલા જ દિવસે મોંઘવારીનો માર, અમૂલ દૂધની કિંમતમાં થયો વધારો, જાણો હવે તમારે કયા ભાવે ખરીદવું પડશે
Amul Milk Price Hike: મધર ડેરી તરફથી દૂધના ભાવમાં વધારો કરાયા બાદ, બુધવારે અમૂલે પણ ગુરુવારથી દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી. દૂધમાં આ ભાવ વધારો અમૂલ સ્ટાન્ડર્ડ, અમૂલ બફેલો મિલ્ક, અમૂલ ગોલ્ડ, અમૂલ સ્લિમ એન્ડ ટ્રીમ, અમૂલ ચાઈ માઝા, અમૂલ તાજા અને અમૂલ ગાયના દૂધ પર લાગૂ પડે છે. અમુલ તરફથી આ પગલું મધર ડેરી દ્વારા આ જ પ્રકારે ભાવ વધારા પછી ઉઠાવ્યુંછે. મધર ડેરીએ પણ 30 એપ્રિલથી દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયા સુધીનો વધારો કર્યો છે.
PTI અનુસાર, અમુલ દ્વારા આ ભાવ વધારા બાદ, 1 લીટર અમુલ બાફેલો મિલ્ક હવે પહેલાના 71 રૂપિયાના બદલે 73 રૂપિયામાં મળશે. 500 મિલીલીટર ભેંસનું દૂધ 36 રૂપિયાને બદલે 37 રૂપિયામાં ખરીદવું પડશે. આવી જ રીતે, 1 લીટર અમુલ ગોલ્ડની કિંમત 65 રૂપિયાને બદલે 67 રૂપિયા થઈ ગઈ છે. હવે તેના 500 મિલીલીટર પેકેટ માટે 33 રૂપિયાને બદલે 34 રૂપિયા ખર્ચ કરવવા પડશે. 1 લીટર ટી સ્પેશિયલ અમૂલ દૂધની કિંમત હવે 61 રૂપિયાને બદલે 63 રૂપિયા થઈ ગઈ છે. 500 મિલીલીટર શક્તિ દૂધ હવે 30 રૂપિયાને બદલે 31 રૂપિયામાં ઉપલબ્ધ થશે.
1 લીટર અમૂલ તાજા દૂધ હવે 53 રૂપિયાને બદલે 55 રૂપિયામાં મળશે. તેનું 500 મિલીલીટર દૂધ પણ 27 રૂપિયાથી વધારીને 28 રૂપિયા કરવામાં આવ્યું છે. તેવી જ રીતે, 500 મિલીલીટર ગાયનું દૂધ 28 રૂપિયાથી વધીને 29 રૂપિયા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, SNT દૂધ હવે 24 રૂપિયાને બદલે 25 રૂપિયામાં મળશે.
મધર ડેરી અને અમુલ તરફથી કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરાયા બાદ પૂરી સંભાવના છે કે દેશમાં બાકી ડેરી કંપનીઓ પણ પોતાની પ્રોડક્ટ્સની કિંમતમાં વધારાની જાહેરાત કરી શકે છે એટલે કે દેશભરમાં લોકોના ઘરનું બજેટ વધવાનું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp