સુરતમાં વધુ એક ગોઝારી ઘટના: ટ્રેનની અડફેટે આવી જતા એક યુવકનું મોત
થોડા દિવસ અગાઉ સુરતના સચિન વિસ્તારમાં ટ્રેનની અડફેટે આવી જતા 3 યુવકોના મોત થઇ ગયા હતા. દિવાળી વેકેશન બાદ તેઓ પરત રોજગારી માટે સુરત આવ્યા હતા. આ ત્રણેય એક સાથે નોકરી કરવાના હતા. અને તેઓ રેલવે ટ્રેક ક્રોસિંગ કરતા હતા એ દરમિયાન ટ્રેનની અડફેટે આવી જતા તેમનું મોત થઇ ગયું હતું. હવે સુરતમાં ટ્રેનની અડફેટે આવવાથી વધુ એક યુવકનું મોત થયું છે.
સુરતના કતારગામમાં રહેતો યુવક ટ્રેન નીચે આવી જતા તેના શરીરના 2 ટૂકડા થઈ ગયા હતો. છેલ્લી વખત અજય મોડી રાત્રે હાથમાં કાળી થેલી લઇને 2 મિત્ર સાથે બાઈક પર જતો નજરે પડ્યો હતો. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે યુવક નશાની હાલતમાં હોઈ શકે છે. મૃતકની ઓળખ અજય હરિશચંદ્ર જોશી (ઉં.વ.22 વર્ષ, રહે. કતારગામના ધનમોરા) તરીકે થઇ છે.
અજય પોતાની માતા સાથે રહેતો હતો અને કર્મકાંડ કરીને ગુજરાન ચલાવતો હતો. થોડા વર્ષો અગાઉ તેના પિતાનું મોત થઇ ગયું હતું. અજયની એક બહેન છે, જે વિદેશમાં રહે છે. દિવાળી પર્વે માતા-પુત્ર બંને પોતાના વતન ગયા હતા. ત્યારબાદમાં લાભ પાંચમના દિવસે અજય સુરત આવી ગયો હતો. રેલવે પોલીસને સુમુલ ડેરી રોડ પર આવેલી પાર્સલ ઓફિસ નજીક વૉશિંગ યાર્ડ પાસેથી અજયનો મૃતદેહ મળ્યો હતો. યુવકના શરીરના ટૂકડા થઈ ગયા હતા. રેલવે પોલીસે મૃતક અજય પાસેથી મળેલા આધારકાર્ડના આધારે પરિવારનો સંપર્ક કર્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp