શું તમને પણ તરબુચને ફ્રીજમાં ઠંડું કરીને ખાવાની આદત છે? તો ચેતી જજો..! નહિં મળે તેના આ ફાયદા!?

શું તમને પણ તરબુચને ફ્રીજમાં ઠંડું કરીને ખાવાની આદત છે? તો ચેતી જજો..! નહિં મળે તેના આ ફાયદા!?

04/02/2024 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

શું તમને પણ તરબુચને ફ્રીજમાં ઠંડું કરીને ખાવાની આદત છે? તો ચેતી જજો..! નહિં મળે તેના આ ફાયદા!?

ધગધગતા ઉનાળાની સાથે જ તરબૂચની સિઝન પણ શરૂ થઈ ગઈ છે. ગરમીના દિવસોમાં તરબૂચનું સેવન શરીરને હાઈડ્રેટ રાખે છે. ગરમીના દિવસોમાં તરબૂચ ખાવાથી શરીરને બીજા પણ ઘણા બધા ફાયદા થાય છે. તરબૂચમાં 92% પાણી હોય છે જેના કારણે શરીરમાં પાણીની ઉણપ સર્જાતી નથી. તેનાથી શરીર ઠંડુ રહે છે. તબીબો પણ ગરમીના દિવસોમાં તરબૂચ જેવા ફળ ખાવાની સલાહ આપે છે. પરંતુ લોકો જ્યારે તરબૂચને સમારીને ફ્રિજમાં ઠંડુ કરીને પછી ખાય છે. ત્યારે તરબૂચથી થતા લાભોથી શરીર વંચિત રહી જાય છે.


તરબૂચને ફ્રીજમાં રાખવું નહીં

તરબૂચને ફ્રીજમાં રાખવું નહીં

તરબૂચને ફ્રીજમાં ન રાખવું જોઈએ. કારણ કે તરબૂચને કાપીને ફ્રીજમાં રાખવાથી તેના પોષક તત્વોનો નાશ થઈ જાય છે. તરબૂચ પોષક તત્વથી ભરપૂર હોય છે અને તેમાં ખૂબ ઓછી કેલેરી રહેલી હોય છે, તેથી તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. ઉપરાંત તરબુચ ખાવાથી કલાકો સુધી પેટ ભરેલું રહે છે.

તરબૂચમાં લાયકોપિન, એન્ટિઓક્સિડન્ટ, વિટામીન એ, વિટામિન સી, પોટેશિયમ, એમિનો એસિડ ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય તાજા તરબૂચમાં જે એમિનો એસિડ હોય છે તે હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તરબૂચમાં કેલેરી અને સુગરનું પ્રમાણ ઓછું હોય છે તેથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક સાબિત થાય છે. પરંતુ આ બધા જ ફાયદા ત્યારે થાય છે જ્યારે તરબૂચન રૂમ ટેમ્પરેચર પર કાપીને ખાવામાં આવે. ફ્રીજમાં રાખવાથી આ બધા ગુણનો નાશ થઈ જાય છે.


તરબૂચમાં વધવા લાગે છે બેક્ટેરિયા

તરબૂચમાં વધવા લાગે છે બેક્ટેરિયા

એક રિસર્ચમાં પણ આ વાત સાબિત થઈ ચૂકી છે કે જ્યારે તમે રૂમ ટેમ્પરેચર પર તરબૂચને રાખો છો અને તરબૂચને ફ્રિજમાં રાખો છો તો બંનેના પોષક તત્વોમાં ફેરફાર થઈ જાય છે. રૂમ ટેમ્પરેચર પર રાખેલા તરબૂચમાં પોષક તત્વ વધારે હોય છે. તેની સામે ફ્રિજમાં રાખેલા તરબૂચમાં થોડા સમયમાં બેક્ટેરિયા વધવા લાગે છે. તેથી જ જો તરબૂચના બધા જ પોષક તત્વો મેળવવા હોય તો તરબૂચને એકવારમાં પૂરું ખાઈ લેવું અથવા તો તેને કાપ્યા પછી ફ્રિજમાં રાખવાને બદલે રૂમ ટેમ્પરેચર પર સ્ટોર કરવું જોઈએ.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી એ સામાન્ય માહિતી પર આધારિત છે. Sidhikhabar તેની પુષ્ટિ કરતું નથી.)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top