બાંગ્લાદેશમાં ફરી કંઈક નવાજૂની થવાની! ચારેય તરફથી ઘેરાતા મોહમ્મદ યૂનુસ આપી શકે છે રાજીનામું
પડોશી દેશ બાંગ્લાદેશમાં ફરી એક મોટો ફેરબદલ થઈ શકે છે. દેશની વચગાળાની સરકારના વડા, મોહમ્મદ યુનુસ, રાજીનામું આપી શકે છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તેમણે પદ પરથી રાજીનામું આપવાની ઇચ્છા વ્યક્ત કરી છે. BBC બાંગ્લાના રિપોર્ટ મુજબ, મોહમ્મદ યુનુસનું કહેવું છે કે, દેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તેમના માટે રાજકીય પક્ષો સાથે કામ કરવું મુશ્કેલ થતું જઈ રહ્યું છે. તેમણે ગુરુવારે ઢાકામાં એડવાઈઝરી કાઉન્સિલની બેઠકમાં દેશની પરિસ્થિતી પર નારાજગી વ્યક્ત કરી.
વિદ્યાર્થી નેતા અને નેશનલ સિટિઝન પાર્ટીના વડા નાહિદ ઇસ્લામે કહ્યું કે અમે સવારથી સર યૂનુસના રાજીનામાના સમાચાર સાંભળી રહ્યા છીએ. એટલે, હું આ બાબતે ચર્ચા કરવા તેમની પાસે ગયો હતો. તેઓ તેની બાબતે વિચારી રહ્યા છે. તેમને બંધક જેવો અનુભવ થાય છે. તેમનું કહેવું છે કે તેમને લાગે છે કે હાલની પરિસ્થિતિમાં કામ નહીં કરી શકે. ઇસ્લામે કહ્યું કે મોહમ્મદ યૂનુસનું કહેવું છે કે તેઓ દેશની વર્તમાન પરિસ્થિતિમાં કામ કરવા તૈયાર નથી. તેમણે કહ્યું કે જ્યાં સુધી રાજકીય પક્ષો સર્વસંમતિ નહીં બનાવે ત્યાં સુધી તેઓ કામ નહીં કરી શકે.
ઇસ્લામે કહ્યું કે, જો યૂનુસને સમર્થન નહીં મળે તો તેમના પદ પર બન્યા રહેવાનો તર્ક નથી. જો રાજકીય પાર્ટીઓ ઈચ્છે છે કે તેઓ અત્યારે રાજીનામું આપે તો તેઓ કેમ રોકાય. તેમને કોઈ પ્રકારનું આશ્વાસન નહીં મળે. નાહિદ ઇસ્લામ સાથે-સાથે મહફૂઝ આલમે પણ તેમના ઔપચારિક નિવાસ જમુના પર જઈને તેમની સાથે મુલાકાત કરી હતી. એક દિવસ અગાઉ જ બાંગ્લાદેશના સેના પ્રમુખ જનારા વકાર-ઉજ-જમાને મોહમ્મદ યૂનુસને સખત ચેતવણી આપતા ડિસેમ્બર સુધી ચૂંટણી કરાવવાનું અલ્ટિમેટમ આપ્યું હતું. કહેવામા આવી રહ્યું હતું કે, બાંગ્લાદેશમાં મ્યાંમાર સીમા પર માનવીય ગલિયારો બનાવવાની યોજનાને લઈને સેના અને સરકાર સામસામે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોહમ્મદ યૂનુસની આગેવાનીવાળી સરકારે અમેરિકા સાથે ગુપ્ત રૂપે બાંગ્લાદેશ-મ્યાંમાર સીમા પર એક માનવીય ગલિયારો બનાવવાને લઈને ડીલ કરી હતી, પરંતુ બાંગ્લાદેશના આર્મી ચીફે તેના પર નારાજગી વ્યક્ત કરી હતી.
બાંગ્લાદેશમાં સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. વિદ્યાર્થી સંગઠનોથી લઈને વિપક્ષી પાર્ટીઓ સુધી મોહમ્મદ યૂનુસ ચારેય તરફથી ઘેરાયા છે. મુખ્ય વિપક્ષી પાર્ટી આ વર્ષના અંતમાં ચૂંટણી કરવવાની માગ કરી રહી છે. વિરોધ પક્ષોએ મહફુઝ આસિફ અને ખલીલુર્રહમાન જેવા નેતાઓને સરકરમાંથી બહાર કરવાની માગને લઈને વિરોધ પ્રદર્શન ચાલુ કરી દીધું. બાંગ્લાદેશમાં ગયા વર્ષે 5 ઓગસ્ટે તત્કાલિન વડાપ્રધાન શેખ હસીનાના બળવા અને તેમના ભારત આવી ગયા બાદ, 8 ઑગસ્ટે મોહમ્મદ યૂનુસને બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા બનાવવામાં આવ્યા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp