ફિલ્ડ માર્શલ જ શા માટે, રાજા બનાવી દેવા જોઈતા હતા કેમ કે..’, આસીમ મુનીરના પ્રમોશન પર ઈમરાન ખાને કર્યો કટાક્ષ
આ દિવસોમાં ફિલ્ડ માર્શલ મુનીર પાકિસ્તાનમાં ચર્ચામાં છે. કારણ છે પાકિસ્તાન સરકારનો એ નિર્ણય, જે આર્મી જનરલ મુનીરને ફિલ્ડ માર્શલ બનાવવાની જાહેરાત કરી. કહેવામાં આવ્યું હતું કે મુનીરને ભારત સાથેના તાજેતરના સંઘર્ષ દરમિયાન તેમની ભૂમિકા માટે પ્રમોશન આપવામાં આવ્યું છે. પાકિસ્તાન સરકારના આ નિર્ણય પર હવે જેલમાં બંધ દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને ટિપ્પણી કરી છે.
મુનીરને ફિલ્ડ માર્શલ બનાવવાને લઈને ઇમરાન ખાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ કરી છે. આ પોસ્ટમાં ઇમરાન ખાને કહ્યું હતું કે આર્મી ચીફ જનરલ મુનીરે ફિલ્ડ માર્શલની જગ્યાએ પોતાને રાજાનું બિરુદ આપી દેવું જોઇએ. આવું એટલે પણ કારણ કે અહીં આ સમયે જંગલ રાજ લાગૂ છે. ખાને પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે માશાઅલ્લાહ, જનરલ અસીમ મુનીરને ફિલ્ડ માર્શલ બનાવવામાં આવ્યા છે. જોકે, સ્પષ્ટપણે તેમને રાજાનું બિરુદ આપવું વધુ સારું હોત. કારણ કે હાલમાં દેશમાં જંગલ રાજ ચાલી રહ્યું છે. જંગલમાં એક જ રાજા હોય છે.
ફિલ્ડ માર્શલ પાકિસ્તાનની સેનામાં સર્વોચ્ચ પદ છે. આ પાકિસ્તાની સેનાનો ફાઇવ સ્ટાર રેન્ક છે. પાકિસ્તાન સરકાર આર્મી ચીફ એટલે કે ચીફ ઓફ આર્મી સ્ટાફને ઉત્કૃષ્ટ યોગદાન માટે આ પદ આપે છે. અગાઉ આ પદ અયુબ ખાનને આપવામાં આવ્યું હતું. આ રેન્ક આર્મીના જનરલ, એર ચીફ માર્શલ ઓફ ધ એરફોર્સ અને નેવીના એડમિરલથી ઉપર હોય છે. આ પાકિસ્તાન સેનામાં માનદ રેન્ક છે. આમાં કોઈ વધારાની જવાબદારી કે પગાર વધારો હોતો નથી.
ઓપરેશન સિંદૂરમાં ભારત સામે માર ખાધા બાદ, પાકિસ્તાન હંમેશાંની જેમ પોતાની જીતના ઢોલ વગાડી રહ્યું છે. મુનીરને આ પ્રમોશન દુનિયાને બતાવવા માટે આપવામાં આવ્યું છે કે તેણે ઓપરેશન સિંદૂરમાં ભારતને હરાવી દીધું છે. શાહબાઝ શરીફ સરકારે કેબિનેટની બેઠક યોજીને મુનીરના પ્રમોશનને મંજૂરી આપી. જે રીતે શરીફ સરકાર સેનાના હાથની કઠપૂતળી બની ગઈ છે, તેને જોતા એ પણ શક્ય છે કે પાકિસ્તાની જનરલે પોતે જ આ ભેટ પોતાના માટે તૈયાર કરાવી હોય.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp