Video: ઈરાનના સુપ્રીમ લીડરે સંબોધનમા અમેરિકાને આપી ધમકી અને થોડી જ વારમાં ઇઝરાયલે લવીજાન પર કરી દીધો બોમ્બમારો, શું ખામેનેઇ..
Israel-Iran Conflict: ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઇએ રાષ્ટ્રને સંબોધન કરતા અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જડબાતોડ જવાબ આપ્યો. તેમના સંબોધનના થોડા સમય બાદ જ, ઇઝરાયલી વાયુસેનાએ તેહરાનના લવીજાન વિસ્તારમાં હવાઈ હુમલા કર્યા. લવીજાનને ખામેનેઇનું ગુપ્ત ઠેકાણું માનવામાં આવે છે.
ટાઈમ્સ ઓફ ઇઝરાયલના અહેવાલ મુજબ, ઇઝરાયલી સેનાએ તેહરાનના નોબોન્યાદ સ્ક્વેરને નિશાન બનાવ્યું હતું, જ્યાં ઈરાની રક્ષા મંત્રાલય અને ઘણી ફેક્ટરીઓ આવેલી છે. ઇઝરાયલી સેનાએ આ હુમલાની જવાબદારી લેતા કહ્યું કે, તે તેહરાનમાં સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરી રહી હતી, એ દરમિયાન લવીજાન વિસ્તારમાં બોમ્બમારો થયો.
ઇઝરાયલી સેનાએ કહ્યું કે, જાહેર સલામતી માર્ગદર્શિકામાં શાળા બંધ કરવી અને અન્ય પ્રતિબંધો ફરજિયાત બનાવવામાં આવ્યા છે. આ ફેરફારો 20 જૂને રાત્રે 8:00 વાગ્યા સુધી પ્રભાવી રહેશે. ઇઝરાયલના જણાવ્યા મુજબ, IDFએ ઈરાની આંતરિક સુરક્ષા એજન્સીનું મુખ્યાલય તબાહ કરી દીધું.
ઇઝરાયલી ડિફેન્સ ફોર્સ દ્વારા ખામેનેઇના ઠેકાણાઓ પર આ હુમલો એવા સમયે થયો છે જ્યારે થોડા સમય અગાઉ તેમણે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પડકાર ફેંકીને કહ્યું હતું કે ઈરાન સરેન્ડર નહીં કરે. ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઇએ અમેરિકાને ચેતવણી આપી હતી કે જો અમેરિકન સેના ઇઝરાયલી હુમલાઓમાં સામેલ થશે, તો અમે તેમને એવું નુકસાન પહોંચાડીશું કે તેઓ કલ્પના પણ ન કરી શકે.
રોઇટર્સના અહેવાલ મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પ ઇરાની પરમાણુ સ્થળો પરના હુમલા અને અન્ય વિકલ્પોમાં ઇઝરાયલને સમર્થન આપવાનું વિચારી રહ્યા છે. ટ્રમ્પે ઈરાનને બિનશરતી શરણાગતિ સ્વીકારવાની ચેતવણી આપતા કહ્યું હતું કે, ‘અમેરિકા જાણે છે કે ઈરાનના સર્વોચ્ચ નેતા ક્યાં છુપાયેલા છે. અમે હમણાં તેમના પર હુમલો નહીં કરીએ, પરંતુ અમારી ધીરજ ધીમે ધીમે ખૂટી રહી છે
Additional footage of the Israeli airstrike on the Lavizan neighborhood in Tehran. Khamenei's bunker is reportedly in the area. https://t.co/W9zMhd4jhm pic.twitter.com/eKooGdCCHg — Ariel Oseran أريئل أوسيران (@ariel_oseran) June 18, 2025
Additional footage of the Israeli airstrike on the Lavizan neighborhood in Tehran. Khamenei's bunker is reportedly in the area. https://t.co/W9zMhd4jhm pic.twitter.com/eKooGdCCHg
ટ્રમ્પની ચેતવણી બાદ, ખામેનેઇએ કહ્યું કે ઈરાન શરણાગતિ નહીં સ્વીકારે. તેમણે એમ કહ્યું કે ઈરાનની સેનાઓ પૂરી રીતે તૈયાર છે અને જાણતા બંનેનું સમર્થન છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp