2 કરોડની માંગ કરતી સોશિયલ મીડિયા ગર્લ, હનીટ્રેપ ફસાવાની ધમકી પણ આપતી હતી! કોણ છે આ વિવાદિત છોકરી?
વર્ષ 2024માં કાપોદ્રા પોલીસ મથકમાં કીર્તિ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. વિવાદિત કીર્તિ પટેલને સુરત પોલીસે અમદાવાદ થી પકડી પાડી છે. કીર્તિ પટેલ વિરુદ્ધ જાણીતા બિલ્ડર વજુભાઈ કાત્રોડિયા દ્વારા ફરિયાદ અપાઈ હતી. ફરિયાદ મુજબ જમીન વિવાદને લઈ કીર્તિ પટેલે 2 કરોડની ખંડણી માંગી હતી. તેમજ ખંડણી નહીં આપે તો હની ટ્રેપમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. વર્ષ 2024થી કીર્તિ પટેલ બે કરોડની ખંડણી કેસમાં ફરાર હતી.
ખંડની માંગ અને હનીટ્રેપ ફસાવાની ધમકીનો આ કેસ સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. બનાવને લઈને જો વિગતવાર વાત કરીએ તો ગત વર્ષે કીર્તિ પટેલ સામે જાણીતા બિલ્ડર વજુભાઈ કત્રોડિયા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમા સાંભળીને તમને નવાઈ લાગશે કે બિલ્ડરે ખંડણી માંગવાને લઈને કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. નાની મોટી ખંડણી નહી પણ બિલ્ડરે નોંધાવેલી ફરિયાદ મુજબ કીર્તિ પટેલે 2 કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. ટીકટોક સ્ટાર અને ઈન્સ્ટા ગર્લ કીર્તિ પટેલનો મુદ્દો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
ઉલ્લેખનીય છે કે, હાલ તો આ મામલે સુરત પોલીસ દ્વારા અમદાવાદથી કીર્તિ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે કીર્તિ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કીર્તિ પટેલ દ્વારા બિલ્ડર પાસેથી જમીન વિવાદને લઈને 2 કરોડની ખંડણી માગવામાં આવી હતી. જેમા રૂપિયા નહી આપે તો બિલ્ડરને હનીટ્રેપમાં ફસાવાની ધમકી પણ આપી હતી. જેથી હાલ આ સમગ્ર મુદ્દો સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp