Rain News: ગુજરાતમાં પહેલા વરસાદનો કહેર! રસ્તાં બંધ, અંધારપટ-વીજળી ગૂલ અને ધરાશાયી થાંભલા! વરસાદી હાઇ એલર્ટ વચ્ચે શું છે દશા ગુજરાતની?
Rain News: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને સૌરાષ્ટ્રના હાલ બેહાલ થયા છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને બોટાદમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ કહેર વરસાવ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદ અને વાવાઝોડાના કારણે નીચાણવાળા વિસ્તારો સહિત મકાનો અને દુકાનોમાં પાણી ભરાયા છે. અનેક વિસ્તારોમાં વીજળીના થાંભલા અને વૃક્ષો ધરાશાયી થયા છે. એટલું જ નહી પરંતુ વાહનવ્યવહાર પણ ખોરવાયો છે, કેટલીક જગ્યાએ હાઇવે અને નેશનલ હાઇવેને પણ બંધ કરવા પડ્યા છે.
ભારે વરસાદના કારણે રાજ્યના મોટાભાગના જળાશયો લગભગ ઉભરાઈ રહ્યા છે. આમાંના કેટલાકને તો હાઇ એલર્ટ પર મુકવામાં આવ્યા છે. હાલમાં રાજ્યમાં 11 જળાશયો હાઇએલર્ટ પર મુકવામાં આવ્યા છે. જેમાં 13 ડેમ એલર્ટ પર તો 10 જળાશય વૉર્નિંગ લેવલ પર મુકાયા છે. રાજ્યના 9 જળાશય 100 ટકા ભરાયા છે. ભારે વરસાદને પગલે અત્યાર સુધી 584 લોકોનું સ્થળાંતર કરાયુ્ છે, જ્યારે 120 લોકોનું રેસ્ક્યૂ કરાયુ છે. NDRFની 12 ટીમ તૈનાત કરાઈ છે.
ભારે વરસાદના કારણે અનેક રોડ-રસ્તા પણ બંધ થયા છે. રાજ્યમાં એક નેશનલ હાઈવે સહિત 189 રસ્તા બંધ છે. ભાવનગરનો નેશનલ હાઈવે બે દિવસથી છે બંધ છે. 10 સ્ટેટ હાઈવે અને પંચાયત હસ્તકના 153 રસ્તા બંધ છે. રાજ્યમાં વરસાદના કારણે અન્ય 25 રસ્તા પણ બંધ કરવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે 12,953 ગામમાં વીજળી ગૂલ થઈ છે. કુલ 241 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવાનો બાકી છે. આ સાથે 579 વીજપોલ અને 24 ટ્રાંસફોર્મર પર કામગીરી ચાલી રહી છે.
બોટાદમાં 2 ટીમો, અમરેલી, દ્વારકા, ભાવનગરમાં 1-1 ટીમને ડિપ્લૉય કરવામાં આવી છે. આ ઉપરાંત સુરત, પાટણ, કચ્છ, પોરબંદર, વલસાડમાં 1-1 ટીમ ડિપ્લૉય કરવામાં આવી છે. SDRFની પણ 19 ટીમ પણ આ કામગીરીમાં લાગી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp