ચીનમાં પાકિસ્તાનની બેઇજ્જતી, પાક.ના ડેપ્યુટી PMને કારની જગ્યાએ ખટારા બસમાં બેસાડીને એરપોર્ટથી લ

ચીનમાં પાકિસ્તાનની બેઇજ્જતી, પાક.ના ડેપ્યુટી PMને કારની જગ્યાએ ખટારા બસમાં બેસાડીને એરપોર્ટથી લઈ જવાયા, જુઓ વીડિયો

05/20/2025 World

SidhiKhabar

SidhiKhabar

ચીનમાં પાકિસ્તાનની બેઇજ્જતી, પાક.ના ડેપ્યુટી PMને કારની જગ્યાએ ખટારા બસમાં બેસાડીને એરપોર્ટથી લ

પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડારની 3 દિવસની ચીન મુલાકાતની શરૂઆત અપમાનજનક રહી. ચીનની રાજધાની બીજિંગના એરપોર્ટ પર તેમનું સ્વાગત ખૂબ જ ઉદાસીન રહ્યું, જ્યાં કોઈ વરિષ્ઠ ચીની અધિકારી કે મંત્રી તેમનું સ્વાગત કરવા ન આવ્યા. ઘટનાસ્થળે માત્ર થોડા જુનિયર અધિકારીઓ હાજર હતા, જેના કારણે પાકિસ્તાની સોશિયલ મીડિયા પર ડારની ભારે મજાક ઉડાવવામાં આવી રહી છે. તાજેતરમાં એવા કેટલાક અહેવાલો આવ્યા હતા કે ચીન ગુસ્સે છે કારણ કે ભારત સાથે યુદ્ધવિરામ માટે પાકિસ્તાનના અમેરિકા પાસે જવાને કારણે ચીન નારાજ છે.


પાકિસ્તાનીઓએ પોતાના જ નાયબ વડાપ્રધાનને કર્યા ટ્રોલ

પાકિસ્તાનીઓએ પોતાના જ નાયબ વડાપ્રધાનને કર્યા ટ્રોલ

જ્યારે ઇશાક ડારના ચીન પહોંચવાનો વીડિયો પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા X પર પોસ્ટ કરવામાં આવ્યો, ત્યારે તો સોશિયલ મીડિયા પર હલચલ મચી ગઈ. પાકિસ્તાની સોશિયલ મીડિયા યુઝર્સે પોતાના નાયબ વડાપ્રધાનને ચીન દ્વારા રીસિવ કરવાની રીત પર નિશાન સાધવાનું શરૂ કરી દીધું. એક યુઝરે કહ્યું કે, 'આ રીતે આપની ઇજ્જત લેવામાં આવે  છે. વાસ્તવમાં, પાકિસ્તાની નાયબ વડાપ્રધાનનું સ્વાગત કર્યા બાદ, ચીની અધિકારીઓ તેમને બસમાં બેસાડીને એરપોર્ટ બહાર લઈ ગયા, જ્યારે સામાન્ય રીતે વિદેશી મહેમાનોને કાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કેટલાક યુઝર્સ ઘટનાસ્થળ પર રેડ કાર્પેટની ગેરહાજરી અંગે પણ સવાલ ઉઠાવતા નજરે પડ્યા.


ચીની હથિયારોની વિશ્વસનીયતા પર ઉઠ્યા હતા સવાલ

ચીની હથિયારોની વિશ્વસનીયતા પર ઉઠ્યા હતા સવાલ

7 મેના રોજ ભારતે, 'ઓપરેશન સિંદૂર' હેઠળ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા ક્રૂર આતંકવાદી હુમલાનો જવાબ આપ્યો હતો. આ અંતર્ગત, ભારતીય સેનાએ પાકિસ્તાન અને PoKમાં આતંકવાદી ઠેકાણાઓને તબાહ કરી દીધા હતા. પાકિસ્તાને ફરી દૂસસાહસ બતાવતા ભારત પર હુમલો કર્યો, ત્યારબાદ ભારતીય સૈન્ય દળોએ નૂર ખાન અને રહીમ યાર ખાન સહિત તેના 11 એરબેઝનો તબાહ કરી દીધા. આ દરમિયાન, પાકિસ્તાને PL-15 મિસાઇલ, HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ અને JF-17 ફાઇટર જેટ જેવા ચીની હથિયારોનો ઉપયોગ કર્યો, પરંતુ આ બધા નિષ્ફળ સાબિત થયા અને ચીની હથિયારોની વિશ્વસનીયતા પર સવાલ ઉભા થયા.

'ઓપરેશન સિંદૂર' દરમિયાન ચીને પાકિસ્તાનને રડાર અને સેટેલાઇટ સપોર્ટ પૂરો પાડ્યો હતો, પરંતુ તે અપૂરતો સાબિત થયો. ડારની મુલાકાત પ્રાદેશિક સુરક્ષા અંગે ચર્ચા કરવા માટે છે, જેમાં અફઘાનિસ્તાનના કાર્યકારી વિદેશ મંત્રી પણ હાજરી આપશે. જોકે, બીજિંગમાં મળેલા ઠંડો રિસ્પોન્સ દર્શાવે છે કે ચીન-પાકિસ્તાન સંબંધોમાં થોડી કડવાશ તો આવી છે. ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા ન માત્ર આતંકવાદને જડબાતોડ જવાબ આપ્યો, ચીની હથિયારોની નબળાઈ પણ ઉજાગર કરી, જેના કારણે વિશ્વ સ્તર પર ભારતની સૈન્ય અને ટેક્નિકની શ્રેષ્ઠતાની ચર્ચા થઈ રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top