અરવિંદ કેજરીવાલે PM મોદી લખી ચિઠ્ઠી, બોલ્યા- 'તમે દિલ્હીના જાટ સમુદાય સાથે...'
Arvind Kejriwal wrote a letter to PM Modi: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખી છે. તેમણે કેન્દ્રની OBC યાદીમાં દિલ્હીના જાટ સમુદાયનો સમાવેશ કરવા અંગે એક ચિઠ્ઠી લખી છે. કેજરીવાલે કહ્યું કે, 'તમે દિલ્હીના જાટ સમુદાય સાથે દગો કર્યો. દિલ્હીમાં OBC દરજ્જો ધરાવતા જાટ અને અન્ય તમામ જાતિઓને કેન્દ્રની OBC યાદીમાં સામેલ કરવામાં આવે.'
તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે OBC અનામતના નામે જાટ સમુદાય સાથે 10 વર્ષથી છેતરપિંડી કરી છે. વર્ષ 2015માં, તમે જાટ સમુદાયના નેતાઓને તમારા ઘરે બોલાવીને વચન આપ્યું હતું કે દિલ્હીના OBCમાં જાટ સમુદાયનો સમાવેશ કરવામાં આવશે. વર્ષ 2019માં, અમિત શાહે જાટ સમુદાયને કેન્દ્રની OBC યાદીમાં લાવવાનું વચન આપ્યું હતું. જો રાજસ્થાનના જાટ સમુદાયના વિદ્યાર્થીઓને DUમાં અનામત મળવાનું છે, તો દિલ્હીના જાટ સમુદાયને કેમ નથી મળતું?"
અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે, "કેન્દ્રની OBC યાદીમાં ન હોવાને કારણે દિલ્હીના જાટ સમુદાયના હજારો બાળકોને દિલ્હી યુનિવર્સિટી (DU)માં પ્રવેશ મળતો નથી. મોદી સરકાર જાટોને દિલ્હીમાં OBC યાદીમાં હોવા છતા કેન્દ્ર સરકારની સંસ્થાઓમાં લાભ મળવા દેતી નથી. દિલ્હીના જાટ સમુદાયને અનામત મળતું નથી. તેમને કૉલેજ પ્રવેશ કે નોકરીઓમાં અનામત મળતું નથી. વડાપ્રધાને પોતે જાહેરાત કરી હતી કે જાટ સમુદાયને અનામત મળશે, પરંતુ તેમ છતા તે થયું નથી."
AAP વડાએ કટાક્ષ કરતા કહ્યું કે, "ગૃહમંત્રીએ પણ વચન આપ્યું હતું, પરંતુ તેમ કર્યું નહીં. વડાપ્રધાન અને ગૃહ મંત્રી જૂઠું બોલી રહ્યા છે. તેઓ ચૂંટણી અગાઉ બોલે છે, અને પછી ભૂલી જાય છે. મેં ગઈકાલે PMને ચિઠ્ઠી લખી હતી. તેમને વચનની યાદ અપાવી, જે તેમણે જાટ સમુદાયને આપ્યું હતું."
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp