મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી, પણ મહિલાઓ વોટરોને જાગૃત કરવા સુરતના કાપડ વેપારીએ આપી અનોખી ઓફર

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી, પણ મહિલાઓ વોટરોને જાગૃત કરવા સુરતના કાપડ વેપારીએ આપી અનોખી ઓફર

11/18/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી, પણ મહિલાઓ વોટરોને જાગૃત કરવા સુરતના કાપડ વેપારીએ આપી અનોખી ઓફર

Surat textile merchant offers to raise awareness among women voters : મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પડઘમો આજે શાંત થઇ જશે. અહીં 20 નવેમ્બરે મતદાન થવાનું છે. મતદાનના દિવસે એવું જોવા મળે છે કે મહિલાઓ મતદાન અંગે વધુ જાગૃત રહેતી નથી, અને ઘરના કામ કે આળસના કારણે મતદાન કેન્દ્ર સુધી પહોંચી શકતી નથી. તેથી અડધી વસ્તીને જાગૃત કરવા માટેના સંકલ્પ સાથે સુરતના એક કાપડ વેપારીએ ઓફર જાહેર કરી છે.


ટેક્સટાઈલ વેપારીની ખાસ ઓફર

ટેક્સટાઈલ વેપારીની ખાસ ઓફર

મતદાન જાગૃતિ માટે સુરતના ટેક્સટાઈલ વેપારી ગોવિંદ ગુપ્તાએ ખાસ ઓફરની જાહેરાત કરી છે. તેમણે અનોખી ઓફર સાથે પોતાનો વ્હોટસએપ નંબર જાહેર કર્યો છે. મહારાષ્ટ્રમાં મતદાન કરો અને સુરતથી સાડીની ગિફ્ટ મેળવો. મહારાષ્ટ્રમાં જે પ્રથમ 500 મહિલા મતદાન શાહી સાથેનો ફોટો મોકલશે, એમને કુરિયર માર્ફતે ફ્રી સાડી મોકલવામાં આવશે. વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરનારી મહિલા મતદાતાઓને પોતાની કંપનીની બ્રાન્ડ 1-1 સાડી ભેટમાં આપશે.

ગોવિંદ ગુપ્તાએ જણાવ્યું હતું કે, અમે એક વોટ્સએપ નંબર જાહેર  કર્યો છે, જે પ્રથમ 500 મહિલાઓ મતદાન કરશે અને અમને તેમના ફોટા મોકલશે તેમને તેમના એડ્રેસ પર સાડી કુરિયર કરવામાં આવશે. આ ઓફર 20 નવેમ્બરે થનારી ચૂંટણી માટે છે. મતદાન કેન્દ્રની બહાર લીધેલા ફોટા જ માન્ય ગણાશે. આ ઓફર પાછળનું એકમાત્ર ઉદ્દેશ્ય મતદાનમાં મહિલાઓની ભાગીદારી વધારવાનું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top