ગુજરાતમાં ડિસેમ્બર નહીં પરંતુ આ મહિને યોજાઇ શકે છે વિધાનસભા ચૂંટણી, સીઆર પાટીલે ભાષણમાં કર્યો ઇ

ગુજરાતમાં ડિસેમ્બર નહીં પરંતુ આ મહિને યોજાઇ શકે છે વિધાનસભા ચૂંટણી, સીઆર પાટીલે ભાષણમાં કર્યો ઇશારો

09/26/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતમાં ડિસેમ્બર નહીં પરંતુ આ મહિને યોજાઇ શકે છે વિધાનસભા ચૂંટણી, સીઆર પાટીલે ભાષણમાં કર્યો ઇ

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો આવતા મહિને જાહેર થઈ શકે છે. સૂત્રોએ આ દાવો કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નવેમ્બરના અંતિમ સપ્તાહ સુધીમાં ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થઈ શકે છે. નવેમ્બરના ત્રીજા અને ચોથા સપ્તાહમાં મતદાન થઈ શકે છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. મુખ્ય ચૂંટણી કમિશનર ગુજરાત પ્રવાસે ગાંધીનગર પહોંચ્યા. અહીં તેમણે ગાંધી નગરમાં ગૃહ મંત્રાલયના અધિકારીઓ, રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર સાથે બેઠક યોજી હતી.


આ બેઠકમાં રાજ્યની વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ નક્કી કરવામાં આવશે. કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. કેન્દ્રીય ચૂંટણી પંચના સભ્યો ચૂંટણી અને મતદાનની તૈયારીઓની સમીક્ષા કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે 27મીએ મંગળવારે બપોરે કેન્દ્રીય ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ પણ છે.


મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર, ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડે અને કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ પહોંચી હતી. આ પહેલા કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી છે. આ દરમિયાન અમદાવાદમાં તેમણે તમામ જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાઓ સાથે બેઠક કરી હતી.


કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમે મતદાર યાદી, મતદાન મથકો, સંવેદનશીલ કેન્દ્રો, સુરક્ષા વ્યવસ્થા સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. કલેક્ટર અને પોલીસ વડાએ તેમના જિલ્લાની ચૂંટણી તૈયારીઓ પણ રજૂ કરી હતી. 2022ની ચૂંટણીની તૈયારી માટે ચૂંટણી પંચની આ પહેલી મોટી બેઠક હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે એક રેલીમાં ઇશારો કર્યો હતો કે આ વખતે ડિસેમ્બર નહીં પરંતુ નવેમ્બર દરમિયાન જ ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થઇ જશે. જો કે તેમણે આ અંગે તેમનો માત્ર વિશ્વાસ હોવાનું કહ્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top