20 રૂપિયાનો આકર્ષક શેર, માત્ર 6 મહિનામાં એક લાખ રૂપિયાના થઈ ગયા 30 લાખ

20 રૂપિયાનો આકર્ષક શેર, માત્ર 6 મહિનામાં એક લાખ રૂપિયાના થઈ ગયા 30 લાખ

12/11/2021 Business

SidhiKhabar

SidhiKhabar

20 રૂપિયાનો આકર્ષક શેર, માત્ર 6 મહિનામાં એક લાખ રૂપિયાના થઈ ગયા 30 લાખ

કોરોનાની ઘાતક બીજી લહેર દરમિયાન પણ ભારતીય શેરબજારની રોનક બરકરાર રહી હતી. જેના પરિણામે ઘણી કંપનીઓના શેરો મલ્ટીબેગરમાં ફેરવાઈ ગયા હતા. છેલ્લા બે વર્ષમાં મોટી સંખ્યામાં શેરોએ શેરધારકોને મલ્ટિબેગર વળતર આપ્યું છે. 2021માં મલ્ટિબેગર શેરોની યાદીમાં માત્ર સ્મોલકેપ, મિડકેપ અને લાર્જકેપ સ્ટોક્સ જ નહીં, પણ પેની સ્ટોક્સનો પણ સમાવેશ થાય છે. મલ્ટિબેગર (Multibagger) શેરવાળી આવી જ એક કંપની રઘુવીર સિન્થેટીક્સ (Raghuveer Synthetics) છે.

આ પણ વાંચો | જનરલ રાવતના મૃત્યુ પર અભદ્ર ટિપ્પણીઓથી વ્યથિત થઈને મુસ્લિમ ફિલ્મ નિર્માતાનો ધર્મ પરિવર્તનનો નિર્ણય

રઘુવીર સિન્થેટીક્સઃ

છેલ્લા છ મહિનામાં ટેક્સટાઈલ કંપની રઘુવીર સિન્થેટીક્સના શેરનો ભાવ શેર દીઠ આશરે રૂ. 20 થી રૂ. 600.40 સુધી પહોંચી ગયો છે. આ ટૂંકા ગાળામાં લગભગ 30 ગણો વધારો થયો છે. છેલ્લા એક સપ્તાહમાં આ મલ્ટિબેગર સ્ટોક રૂ. 494 થી રૂ. 600ના સ્તરે પહોંચી ગયો છે, જે એક સપ્તાહમાં આશરે 21.5 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. 

બીજી તરફ, એક મહિનાની વાત કરીએ તો રઘુવીર સિન્થેટીક્સના શેરની કિંમત 216 રૂપિયાથી વધીને 600 રૂપિયાના સ્તર પર પહોંચી ગઈ છે. આ સમયગાળામાં લગભગ 175 ટકાનો વધારો થયો છે. એ જ રીતે, બરાબર છ મહિનાના ગાળામાં, આ મલ્ટિબેગર સ્ટોક રૂ.20ના સ્તરથી વધીને રૂ.600ના સ્તરે પહોંચી ગયો છે. આ સમયગાળામાં લગભગ 2900 ટકાનો વધારો થયો છે.

જાણો મલ્ટિબેગર સ્ટોક શું છે?

જાણો મલ્ટિબેગર સ્ટોક શું છે?

'મલ્ટીબેગર સ્ટોક્સ' એવા સ્ટોક્સ છે જે તેમના રોકાણ પર અનેક વખત વળતર આપે છે, એટલે કે પ્રમાણમાં ટૂંકા ગાળામાં 100% અથવા વધુ વળતર આપે છે. તેથી ઉદાહરણ તરીકે જો કોઈ સ્ટોક તમને બમણું વળતર આપે છે તો તે ડબલ-બેગર છે, જો તે તમને ત્રણ ગણું આપે છે તો તે ત્રિપલ-બેગર છે, તેથી વધુ વળતર આપે તો તે મલ્ટિબેગર શેર કહેવાય છે. આ મલ્ટિબેગર શેરોનું મૂલ્ય ઓછું આકવામાં આવ્યું છે જ્યારે સારા ફંડામેન્ટલ્સ અને વૃદ્ધિની સંભાવના ધરાવતા આ શેરો હજુ પણ રોકાણકારોની પસંદગી રહ્યા છે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top