જનરલ રાવતના મૃત્યુ પર અભદ્ર ટિપ્પણીઓથી વ્યથિત થઈને મુસ્લિમ ફિલ્મ નિર્માતાનો ધર્મ પરિવર્તનનો નિર

જનરલ રાવતના મૃત્યુ પર અભદ્ર ટિપ્પણીઓથી વ્યથિત થઈને મુસ્લિમ ફિલ્મ નિર્માતાનો ધર્મ પરિવર્તનનો નિર્ણય

12/11/2021 National

SidhiKhabar

SidhiKhabar

જનરલ રાવતના મૃત્યુ પર અભદ્ર ટિપ્પણીઓથી વ્યથિત થઈને મુસ્લિમ ફિલ્મ નિર્માતાનો ધર્મ પરિવર્તનનો નિર

કોચી: ભારતના પ્રથમ CDS અને બાહોશ સેના અધિકારી જનરલ બિપીન રાવત એક હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનામાં વીરગતિને પ્રાપ્ત થયા બાદ આખા દેશે ભીની આંખે તેમને શ્રદ્ધાંજલિ આપી પરંતુ સોશિયલ મીડિયા ઉપર કેટલાક એવા લોકો પણ ઉઘાડા પડ્યા જેમણે આ આઘાતજનક ઘટનાની ઉજવણી કરી હતી. આવા જ કેટલાક તત્વોથી દુઃખી થઈને ફિલ્મ નિર્માતા અલી અકબરે ઇસ્લામ છોડવાનો નિર્ણય કર્યો છે. 

આ પણ વાંચો | CDS જનરલ બિપીન રાવત અંગે અભદ્ર ટિપ્પણી કરનાર વધુ એક પકડાયો, ફિરોઝ દીવાન નામના શખ્સની ધરપકડ

ફિલ્મ નિર્માતા અલી અકબરે તેમની પત્ની સાથે મળીને હિન્દુ ધર્મ અપનાવવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે તેઓ જનરલ બિપિન રાવતના મૃત્યુની ઉજવણી કરનારાઓને કારણે ઇસ્લામ છોડી રહ્યા છે. તેમના કહેવા અનુસાર, જલ્દીથી જ તેઓ હિંદુ ધર્મ અપનાવવા માટેની પ્રક્રિયા શરૂ કરશે. 


'આજથી હું મુસ્લિમ નથી, ભારતીય છું'

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમણે બહાદૂર સેના અધિકારીનું અપમાન કરનારા આવા રાષ્ટ્રવિરોધી તત્વોનો વિરોધ ન કરવા બદલ ઈસ્લામના ટોચના નેતાઓને પણ આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું કે તેમનો ધર્મમાંથી વિશ્વાસ ઉઠી ગયો છે અને હવે તેઓ તેને સ્વીકારી શકે નહીં. તેમણે આ અંગે બુધવારે એક વિડીયો પણ જારી કર્યો હતો. 

ફિલ્મ નિર્માતાએ કહ્યું હતું કે, 'આજે હું જન્મથી મળેલી ઓળખ દૂર કરી રહ્યો છું. આજથી હું મુસ્લિમ નથી, હું ભારતીય છું. મારો આ જવાબ એવા લોકો માટે છે જેમણે ભારત વિરુદ્ધ હજારો હસતા ઇમોટિકોન્સ પોસ્ટ કર્યા છે.' ઘણા મુસ્લિમ યુઝર્સે તેમની પોસ્ટનો વિરોધ કર્યો અને અપશબ્દો કહ્યા હતા. જોકે, ઘણા યુઝર્સ તેમના સમર્થનમાં પણ આવ્યા હતા. પરંતુ થોડા સમય પછી આ પોસ્ટ ફેસબુક પરથી ગાયબ થઈ ગઈ હતી.

આ પણ વાંચો | CDS રાવત વિષે અયોગ્ય ટિપ્પણી કરનાર માજી સરપંચ વિરુદ્ધ લોકરોષ : લોકો સોશિયલ મિડીયા પર ગૃહમંત્રી હર્ષ સંઘવીને ટેગ કરી રહ્યા છે

અન્ય એક પોસ્ટમાં અકબરે લખ્યું, 'દેશે CDS ના મૃત્યુ પર હસનારાઓને ઓળખી કાઢવા જોઈએ અને તેમને સજા આપવી જોઈએ.' એક અખબાર સાથેની વાતચીતમાં અકબરે કહ્યું કે, સોશિયલ મીડિયા પર ઘણી રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓ થઈ રહી છે. જનરલ રાવતના અવસાનની ઉજવણી તેનું તાજું ઉદાહરણ છે. તેમણે કહ્યું કે, ‘મોટાભાગના લોકો જેઓ હસતા ઇમોટિકોન્સ સાથે ટિપ્પણી કરી રહ્યા છે અને રાવતના મૃત્યુના સમાચારની ઉજવણી કરી રહ્યા છે તેઓ મુસ્લિમ છે.’


પત્ની સાથે હિંદુ બનશે, કહ્યું- દીકરીઓને દબાણ નહીં કરું

પત્ની સાથે હિંદુ બનશે, કહ્યું- દીકરીઓને દબાણ નહીં કરું

તેમણે આગળ કહ્યું, ‘તેઓ (અભદ્ર ટિપ્પણી કરનારાઓ) આવું એટલા માટે કરી રહ્યા છે કારણ કે જનરલ રાવતે પાકિસ્તાન અને કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઘણી લશ્કરી કાર્યવાહી કરી હતી. બહાદુર સૈન્ય અધિકારી અને દેશનું અપમાન કરતી આવી પોસ્ટ્સ જોયા છતાં ટોચના મુસ્લિમ નેતાઓમાંથી કોઈએ તેનો વિરોધ ન કર્યો. હું આવા ધર્મનો ભાગ બની શકતો નથી.’

અકબરે કહ્યું કે તેઓ પત્ની સાથે હિન્દુ ધર્મ અપનાવશે અને સત્તાવાર રેકોર્ડમાં ધર્મ બાબતની માહિતી બદલવાની પ્રક્રિયા શરૂ કરશે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે બે દીકરીઓને ધર્મ પરિવર્તન માટે દબાણ નહીં કરે. ફિલ્મ નિર્માતાએ કહ્યું, 'તે તેમની પસંદગી છે અને હું તેમને પોતાની રીતે નિર્ણય લેવા દઈશ.' અકબર ભારતીય જનતા પાર્ટીના રાજ્ય સમિતિના સભ્ય હતા. જોકે, પાર્ટી નેતૃત્વ સાથે મતભેદને કારણે ઓક્ટોબરમાં તેમણે પદ પરથી રાજીનામું આપ્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top