CDS જનરલ બિપીન રાવત અંગે અભદ્ર ટિપ્પણી કરનાર વધુ એક પકડાયો, ફિરોઝ દીવાન નામના શખ્સની ધરપકડ

CDS જનરલ બિપીન રાવત અંગે અભદ્ર ટિપ્પણી કરનાર વધુ એક પકડાયો, ફિરોઝ દીવાન નામના શખ્સની ધરપકડ

12/11/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

CDS જનરલ બિપીન રાવત અંગે અભદ્ર ટિપ્પણી કરનાર વધુ એક પકડાયો, ફિરોઝ દીવાન નામના શખ્સની ધરપકડ

ભરૂચ: ભારતના પ્રથમ CDS સ્વ. જનરલ બિપીન (General Bipin Rawat) રાવતને લઇ જતું હેલિકોપ્ટર ક્રેશ થયાના સમાચાર મળ્યા બાદ એક તરફ આખો દેશ તેમના સ્વાસ્થ્યની પ્રાર્થના કરી રહ્યો હતો ત્યારે કેટલાક અસામાજિક તત્વો તેમના માટે અભદ્ર ટિપ્પણીઓ કરવામાં અને મજાક ઉડાવવામાં વ્યસ્ત હતા. ગુજરાતના અમરેલીમાંથી આવા જ એક શખ્સને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડ્યો હતો. હવે ભરૂચમાંથી પણ આવો એક પકડાયો છે. 

આ પણ વાંચો | બે સાયબર ઠગની જાળમાં ફસાઈને નિવૃત્ત સરકારી અધિકારીએ 81 લાખ રૂપિયા ગુમાવ્યા

ભરૂચ SOG એ ફિરોઝ દિવાન નામના એક શખ્સને પકડી લીધો છે. તે એક નિવૃત્ત પોલીસકર્મીનો પુત્ર છે. તેની સામે ગુનો નોંધીને ધરપકડ કરી લેવામાં આવી છે. 


હેલિકોપ્ટર ક્રેશની ઘટના અંગે જાણકારી મળ્યા બાદ સોશિયલ મીડિયા ઉપર લોકો જનરલ બિપીન રાવત અને અન્યોની સલામતી માટે પ્રાર્થના કરતી પોસ્ટ કરી રહ્યા હતા. એવી જ રીતે અનુજ ધીમન શર્મા નામના એક વ્યક્તિએ ફેસબુક ઉપર CDS બિપીન રાવત અને અન્ય લોકોની મહાદેવ રક્ષા કરે તેમ લખીને પોસ્ટ કરી હતી. જેના કોમેન્ટ બોક્સમાં બાકીના તમામ શોક વ્યક્ત કરી રહ્યા હતા પરંતુ ફિરોઝ દીવાને જનરલ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરતી પોસ્ટ કરી હતી. 

આ પણ વાંચો | મહારાષ્ટ્ર : મુંબઈમાં ધારા 144 લાગુ, બે દિવસ માટે રેલીઓ-મેળાવડા પર પ્રતિબંધ

આ કોમેન્ટ લીક થઇ જતા લોકોએ તેની વિરુદ્ધ ગુસ્સો ઠાલવ્યો હતો, જે બાદ તેણે કોમેન્ટ તો ડિલીટ કરી નાંખી પરંતુ સ્ક્રીનશોટ લઈ લેવામાં આવ્યા હતા. જે સ્ક્રીનશોટના આધારે ભરૂચ SOG ને ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેણે પોતાના પ્રોફાઈલ પિક્ચરમાં પત્રકાર રવિશ કુમારની તસવીર રાખી હતી.


પોલીસે શોધખોળ હાથ ધરીને ભરૂચના મનુબર રોડ પર આવેલ મુનશી સ્કુલ પાસે રહેતા ફિરોઝની ધરપકડ કરી લીધી હતી. દેશના કરોડો લોકોની લાગણીઓ દુભાવવા અને શાંતિ ડહોળવાના આરોપસર તેની વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

ભરૂચ પોલીસે જણાવ્યું કે, દેશના CDS જનરલ બિપીન રાવતજીનું દેહાંત થયું, એ જ સંદર્ભે ભરૂચ પોલીસ દ્વારા સતત સોશિયલ મીડિયા ઉપર મોનીટરીંગ કરવામાં આવી રહ્યું હતું. SOG ને માહિતી મળી હતી કે આપણા દિવંગત બિપીન રાવતજી સંદર્ભે અભદ્ર ટિપ્પણી ફિરોઝ દિવાન નામના વ્યક્તિએ કરી હતી. તાત્કાલિક તેની ધરપકડ કરીને આઈપીસી ધારા 153, 153 B, 504, 504 (1) તથા આઈટી એક્ટની ધારા 84 C હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

ફિરોઝ દીવાન ભરૂચ પોલીસમાં ASI અને પછી PSI તરીકે ફરજ બજાવી ચૂકેલા એક પોલીસકર્મીનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top