મહારાષ્ટ્ર : મુંબઈમાં ધારા 144 લાગુ, બે દિવસ માટે રેલીઓ-મેળાવડા પર પ્રતિબંધ

મહારાષ્ટ્ર : મુંબઈમાં ધારા 144 લાગુ, બે દિવસ માટે રેલીઓ-મેળાવડા પર પ્રતિબંધ

12/11/2021 National

SidhiKhabar

SidhiKhabar

મહારાષ્ટ્ર : મુંબઈમાં ધારા 144 લાગુ, બે દિવસ માટે રેલીઓ-મેળાવડા પર પ્રતિબંધ

મુંબઈ: કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને (Omicron) સરકારની ચિંતા વધારી દીધી છે. દેશમાં ધીમે ધીમે તેના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, તેમજ ખાસ કરીને મહારાષ્ટ્રમાં-જ્યાં પહેલેથી જ કોરોનાના કેસ વધુ રહ્યા છે, આ વેરિયન્ટના સૌથી વધુ કેસ છે. ગઈકાલે શુક્રવારે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના નવા સાત કેસ નોંધાયા હતા. જેના કારણે સરકારે બે દિવસ માટે રાજધાની મુંબઈમાં કડક પ્રતિબંધો લાગુ કર્યા છે. 

આ પણ વાંચો | સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો, લોકોએ રાકેશ ટિકૈતને ઘેરી લઈને ‘રાકેશ ટિકૈત મુર્દાબાદ’ના નારા લગાવ્યા

મુંબઈમાં આજે અને આવતીકાલ માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે. જેથી આ બે દિવસ માટે રેલીઓ કે સરઘસનું આયોજન કરી શકાશે નહીં. આ આદેશના ઉલ્લંઘન પર ભારતીય દંડ સંહિતાની ધારા 188 અને અન્ય કાયદાકીય જોગવાઈઓ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. 

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 17 કેસ

મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ઓમિક્રોનના કુલ 17 કેસ સામે આવ્યા છે. શુક્રવારે અહીં નવા સાત કેસ નોંધાયા હતા. જેમાંથી ત્રણ કેસ મુંબઈ અને ચાર કેસ પિંપરી ચિંચવડ મહાનગરપાલિકામાં મળી આવ્યા છે. મુંબઈના સંક્રમિતોની ઉંમર 48, 25 અને 37 વર્ષ છે. આ ત્રણેય નાગરિકો તાન્ઝાનિયા, યુકે અને દક્ષિણ આફ્રિકાથી આવ્યા છે. જ્યારે પિંપરીમાં મળેલા ચારેય લોકો નાઈઝીરીયામાં એક સંક્રમિત મહિલાના સંપર્કમાં આવ્યા હતા. 

ભારતમાં 32 કેસ નોંધાયા, મોટાભાગનાની તબિયત સ્થિર

ભારતમાં 32 કેસ નોંધાયા, મોટાભાગનાની તબિયત સ્થિર

ભારતમાં અત્યાર સુધીમાં આ વાયરસના નવા 32 કેસ નોંધાયા છે. જેમાંથી સૌથી વધુ મહારાષ્ટ્રમાં 17, રાજસ્થાનમાં 9, ગુજરાતમાં 3, કર્ણાટકમાં 2 અને દિલ્હીમાં એક કેસ નોંધાયા છે. જોકે, રાજસ્થાનના તમામ નવ લોકોના કોરોના રિપોર્ટ નેગેટિવ આવી ચૂક્યા છે. તેમજ કર્ણાટક અને પુણેમાં પણ એક-એક દર્દીના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. 

ગુજરાતમાં ગઈકાલે વધુ બે કેસ નોંધાયા

ગુજરાતના જામનગરમાં ગઈકાલે વધુ બે કેસ નોંધાયા હતા. જેની સાથે કુલ કેસની સંખ્યા ત્રણ થઇ છે. આ બંને દર્દીઓ જામનગરમાં અગાઉ સંક્રમિત થયેલા દર્દીના સબંધીઓ છે.

આ પણ વાંચો | ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટના વધુ બે કેસ, કુલ સંખ્યા ત્રણ થઇ

અગાઉ દક્ષિણ આફ્રિકાથી જામનગર આવેલા વ્યક્તિનો કોરોના ટેસ્ટ કરાવતા નવા વેરિયન્ટની પુષ્ટિ થઇ હતી. ત્યારબાદ તેમના નજીકમાં આવેલા લોકોના ટેસ્ટ કરતા તેમની પત્ની અને સાળાનો રિપોર્ટ પોઝીટિવ આવ્યો હતો. તેમનામાં પણ નવા વેરિયન્ટની પુષ્ટિ થઇ છે. જોકે, ત્રણેયની તબિયત હાલ સ્થિર છે અને સારવાર લઇ રહ્યા છે. 

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top