ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટના વધુ બે કેસ નોંધાયા, કુલ સંખ્યા ત્રણ થઇ

ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટના વધુ બે કેસ નોંધાયા, કુલ સંખ્યા ત્રણ થઇ

12/10/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટના વધુ બે કેસ નોંધાયા, કુલ સંખ્યા ત્રણ થઇ

જામનગર: ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના વધુ બે કેસ નોંધાયા છે. જામનગરમાં અગાઉ જે વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રમિત થયા હતા તેમના સંપર્કમાં આવેલા અન્ય બે વ્યક્તિઓ પણ આ વેરિયન્ટથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. હાલ બંનેની સારવાર ચાલી રહી છે. 


આ મહિનાની શરૂઆતમાં આફ્રિકાના ઝિમ્બાબ્વેથી આવેલ એક 72 વર્ષીય વ્યક્તિ કોરોનાના નવા વેરિયન્ટથી સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ તેમના નજીકના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ કરાવી સેમ્પલ મોકલાતા તેઓ પણ ઓમિક્રોનથી સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે. 

આ બંને વ્યક્તિમાં અગાઉ સંક્રમિત થયેલા વ્યક્તિના પત્ની અને સાળાનો સમાવેશ થાય છે. 


ત્રણેય વ્યક્તિઓની તબિયત સ્થિર

28 નવેમ્બરના રોજઝિમ્બાબ્વેથી જામનગર એરપોર્ટ ખાતે આવેલા વ્યક્તિનો સરકારની નવી ગાઈડલાઈન અનુસાર કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે પોઝીટિવ આવ્યા બાદ તેમના સેમ્પલ લેબમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા. તેમજ શંકાસ્પદ લક્ષણો દેખાતા તેમને આઈસોલેટ કરીને સારવાર શરૂ કરવામાં આવી હતી. 

આ વ્યક્તિમાં કોરોનાના નવા વેરિયન્ટની પુષ્ટિ થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું અને એક તરફ તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી તો બીજી તરફ તેમના નજીકના સંપર્કમાં આવેલા લોકોના પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં વધુ બે વ્યક્તિ સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. 

આ સાથે ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટના કુલ ત્રણ કેસ થયા છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, આ ત્રણેય વ્યક્તિઓની તબિયત હાલ સ્થિર છે અને સારવાર ચાલી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top