સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો, લોકોએ રાકેશ ટિકૈતને ઘેરી લઈને ‘રાકેશ ટિકૈત મુર્દાબાદ’ના નારા લગાવ્

સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો, લોકોએ રાકેશ ટિકૈતને ઘેરી લઈને ‘રાકેશ ટિકૈત મુર્દાબાદ’ના નારા લગાવ્યા

12/10/2021 Politics

SidhiKhabar

SidhiKhabar

સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો, લોકોએ રાકેશ ટિકૈતને ઘેરી લઈને ‘રાકેશ ટિકૈત મુર્દાબાદ’ના નારા લગાવ્

નવી દિલ્હી : CDS જનરલ બિપીન રાવત વીરગતિને પ્રાપ્ત થયા બાદ ગઈકાલે તેમનો પાર્થિવ દેહ દિલ્હી લાવવામાં આવ્યો હતો. આજે તેમના પાર્થિવ શરીરને નિવાસસ્થાને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતું. આ દરમ્યાન, અનેક નેતાઓ, કેન્દ્રીય મંત્રીઓ ઉપરાંત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ જનરલ રાવતને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.


જનરલ બિપીન રાવતને શ્રદ્ધાંજલિ આપવા માટે અનેક નેતાઓ પહોંચ્યા હતા. જેમાં નવા ખેડૂત નેતા તરીકે સ્થપાઈ જવા ઉતાવળા બનેલા રાકેશ ટિકૈત પણ બિન બુલાયે મહેમાનની જેમ પહોંચી ગયા હતા. પણ લોકો કંઈક જુદા જ મૂડમાં હતા, પરિણામે એવી ઘટના બની કે ટિકૈતનો ઓવર કોન્ફિડન્સ પીગળી ગયો, ઉલટાનું શરમજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું. 

થયું એવું કે રાકેશ ટિકૈત જ્યારે જનરલ બિપીન રાવતને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા ત્યારે ત્યાં સરકારી તંત્ર ઇવાય મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ પોતાના પ્રિય જનરલને શ્રદ્ધાંજલિ આપવા હાજર હતા. એવામાં ટિકૈતને જોતા જ હાજર રહેલા સ્થાનિક લોકોનો રોષ ભડકી ઉઠ્યો હતો અને એમણે ‘ગો બેક’ના નારાઓથી ટિકૈતનું ‘સ્વાગત’ કર્યું હતું. રાકેશ ટિકૈતને જોઈને ભીડે ‘રાકેશ ટિકૈત વાપસ જાઓ’ તેમજ ‘રાકેશ ટિકૈત મુર્દાબાદ’ના નારાઓ લગાવવાના શરૂ કરી દીધા હતા.


આ બનાવના વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થઇ રહ્યા છે. એક વિડીયોમાં દેખાય છે કે રાકેશ ટિકૈતને લોકોએ ઘેરી લીધા છે અને તેમની વિરુદ્ધ ‘રાકેશ ટિકૈત વાપસ જાઓ’, ‘રાકેશ ટિકૈત મુર્દાબાદ’, ‘દેશદ્રોહી રાકેશ ટિકૈત’ના નારાઓ લાગી રહ્યા છે. લોકોએ તેમને જનરલ રાવતને શ્રદ્ધાંજલિ આપવા જતા રસ્તામાં જ રોકી લીધા હતા. 

ત્યાં હાજર એક વ્યક્તિ મીડિયાને કહેતા સંભળાય છે કે, અમે સામાન્ય લોકો અહીં બહાર ઉભા છીએ, તો રાકેશ ટિકૈત પણ એક સામાન્ય નાગરિક છે. તેઓ જઈ શકે તો અમે શા માટે ન જઈ શકીએ? જોકે, ત્યારબાદ ફરજ પર હાજર પોલીસકર્મીઓએ હસ્તક્ષેપ કરીને ટિકૈતને અંદર લઇ જવામાં આવ્યા હતા.


લોકોમાં કઈ વાતને લઈને ગુસ્સો?

લોકોમાં કઈ વાતને લઈને ગુસ્સો?

ઉલ્લેખનીય છે કે છેલ્લા લગભગ એકાદ વર્ષથી દિલ્હીની સરહદો ઉપર ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. જોકે, ગઈકાલે કિસાન મોરચાએ આંદોલન ખતમ કરવાની જાહેરાત કરી પરંતુ એક વર્ષ ચાલેલા આ આંદોલનથી સ્થાનિક લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 

ખેડૂત આંદોલનકારીઓ જાહેર માર્ગો ઉપર તંબૂ તાણીને બેઠેલા હોવાના કારણે અનેક માર્ગો બંધ થઇ ગયા હતા. જેથી તે માર્ગે અવરજવર કરતા લોકોને મુશ્કેલી પડી રહી હતી તેમજ અનેક ઉદ્યોગ-ધંધાને પણ માઠી અસર થઇ હતી. 

આ આંદોલનને ખેડૂતોનું સમર્થન તો મળ્યું, પણ રસ્તાઓ બ્લોક થવાના કારણે, ઉદ્યોગોને અસર થવાના કારણે ખાસ કરીને સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી હતી. બીજી તરફ સરકારે કૃષિ કાયદાઓ પાછા ખેંચી લીધા બાદ પણ ટિકૈત ગમે તે ભોગે આંદોલન ચાલુ રાખીને પોતાનો રાજકીય રોટલો શેકી લેવા માંગતા હોવાની છાપ જનમાનસમાં દ્રઢ થઇ રહી છે. અનેક ખેડૂત નેતાઓ-સંગઠનો પણ ટિકૈત સાથે છેડો ફાડી ચૂક્યા છે.

આજની ઘટના પછી લાગે છે કે ઓવર કોન્ફિડન્સ અને રાજકીય રોટલો શેકી લેવાની લ્હાયમાં સેનાપ્રમુખ બિપીન રાવતને શ્રદ્ધાંજલિ આપવા પહોંચી ગયેલા ટિકૈત લોકોની નાડ પારખવામાં થાપ ખાઈ ગયા છે!


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top