વર્ષ 2023 માટે બાબા વેંગાની ડરામણી ભવિષ્યવાણીઓ, ભારત માટે પણ સાબિત થઇ શકે છે જોખમી

વર્ષ 2023 માટે બાબા વેંગાની ડરામણી ભવિષ્યવાણીઓ, ભારત માટે પણ સાબિત થઇ શકે છે જોખમી

12/06/2022 World

SidhiKhabar

SidhiKhabar

વર્ષ 2023 માટે બાબા વેંગાની ડરામણી ભવિષ્યવાણીઓ, ભારત માટે પણ સાબિત થઇ શકે છે જોખમી

નવા વર્ષને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. દરેક વ્યક્તિ નવી આશા સાથે વર્ષ 2023ને આવકારવા તૈયાર છે. દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે આવનારા વર્ષમાં શું થશે અને શું નહીં. ફક્ત 2023 જ નહીં પરંતુ આવનારા ઘણા વર્ષો માટે, પ્રખ્યાત રહસ્યવાદી અને ભવિષ્યવક્તા બાબા વેંગાએ આગાહી કરી હતી. તેમણે અત્યાર સુધી કહેલી ઘણી બધી વાતો સાચી સાબિત થઈ છે. વર્ષ 2023 માટે, બાબા વેંગાએ આગાહી કરી હતી કે ત્રીજું વિશ્વ યુદ્ધ થઈ શકે છે. આ સાથે તેમણે જૈવિક શસ્ત્રોના ઉપયોગથી લોકોના મોતની વાત પણ કરી હતી.


બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર વર્ષ 2023માં બાળકોને લેબમાં વિકસાવવામાં આવશે. આટલું જ નહીં, માતા-પિતા પોતાના હિસાબે બાળકનું લિંગ અને રંગ નક્કી કરી શકશે. આ રીતે આવનારા વર્ષોમાં કુદરતી બાળકનો જન્મ અટકી શકે છે.


બાબા વેંગાએ આગાહી કરી હતી કે કોઈ દેશ જૈવિક શસ્ત્રોથી લોકો પર હુમલો કરી શકે છે. આ હુમલામાં હજારો લોકોના મોત થઈ શકે છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ઘણી વખત ધમકી આપી ચૂક્યા છે કે તેઓ જૈવિક શસ્ત્રો માટે કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર છે.


બાબા વેંગાએ આગાહી કરી હતી કે વર્ષ 2023માં એશિયા ખંડમાં પરમાણુ પાવર પ્લાન્ટમાં વિસ્ફોટ થઈ શકે છે. આ વિસ્ફોટની અસર ભારત પર પણ પડી શકે છે. તેમણે 2023માં પરમાણુ વિસ્ફોટની પણ વાત કરી હતી.


જણાવી દઈએ કે બાબા વેંગાનું નિધન વર્ષ 1996માં થયું હતું. દુનિયાને અલવિદા કરતા પહેલા તેમણે વર્ષ 5079 સુધીની ભવિષ્યવાણી કરી હતી. બાબા વેંગાએ દેશ અને દુનિયાને લઈને આવી ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી, જે પાછળથી સાચી સાબિત થઈ. તે જાણીતું છે કે બાબા વેંગાએ બાળપણમાં તેમની આંખોની રોશની ગુમાવી દીધી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top