IPL-14ના બાકીના મેચો શરૂ થવાની તારીખ પણ BCCIએ જણાવી, દશેરાના દિવસે હશે ફાઈનલ

IPL-14ના બાકીના મેચો શરૂ થવાની તારીખ પણ BCCIએ જણાવી, દશેરાના દિવસે હશે ફાઈનલ

06/07/2021 Sports

SidhiKhabar

SidhiKhabar

IPL-14ના બાકીના મેચો શરૂ થવાની તારીખ પણ BCCIએ જણાવી, દશેરાના દિવસે હશે ફાઈનલ

નવી દિલ્હી : ક્રિકેટના ચાહકોમાં લાંબા સમયથી અટકળો લગાવી રહ્યા હતા કે આઈપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ના બાકીના મેચો કઈ તારીખથી શરૂ થશે. આજે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)એ જાહેરાત કરી છે કે, સંયુક્ત અરબ અમીરાત (યુએઈ)માં રમાનારા આઈપીએલના બાકીના મેચો 19 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 15 ઓક્ટોબરે ટુર્નામેન્ટ પૂરી થશે. ગત 29 મેના દિવસે બીસીસીઆઈની વિશેષ બેઠકમાં આઈપીએલના બાકીના મેચ યુએઈમાં રમાશે તેવું એલાન કરવામાં આવ્યું હતું.

ન્યૂઝ એજન્સી એએનઆઈના એક અહેવાલ મુજબ, આઈપીએલની 14મી સિઝનના બાકી રહેલા 31 મેચ 19 સપ્ટેમ્બર રવિવારથી શરૂ થઈને 15 ઓક્ટોબર શુક્રવાર સુધી રમાશે. ફાઈનલ મેચ શુક્રવારે હશે. યોગાનુયોગે આ દિવસે ભારતમાં લોકો દશેરાનો તહેવાર ઉજવશે. બીસીસીઆઈના એક અધિકારીએ એએનઆઈને જણાવ્યું હતું કે, ભારતીય ક્રિકેટ બોર્ડ અને યુએઈ ક્રિકેટ બોર્ડ વચ્ચે તાજેતરમાં યોજાયેલી બેઠકો સફળ રહી અને બીસીસીઆઈને વિશ્વાસ છે કે આઈપીએલના બાકીના મેચો દુબઈ, અબુધાબી અને શારજાહમાં સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવશે.

અધિકારીએ આગળ કહ્યું કે, બંને દેશોના ક્રિકેટ બોર્ડ વચ્ચેની ચર્ચા ખરેખર સારી રહી અને અમીરાત ક્રિકેટ બોર્ડે બીસીસીઆઈની વિશેષ બેઠક યોજાઈ એના પહેલાં જ આઈપીએલની યજમાની માટેની મૌખિક સંમતિ આપી દીધી હતી. બીસીસીઆઈની ઈચ્છા બાકીના 31 મેચ 25 દિવસમાં પૂરા થાય તેવી હતી જે કેટલેક અંશે સંતોષાઈ છે.

અન્ય દેશોના રાબેતા મુજબના ખેલાડીઓ હાજર રહેશે ?

કોરોનાને કારણે આઈપીએલનું તંત્ર ખોરવાઈ જતાં તમામ વિદેશી ખેલાડીઓને પણ તેમનું સમયપત્રક બદલીને પોતપોતાને દેશ ચાલ્યા જવું પડ્યું હતું. પરંતુ હવે બાકીના મેચો રમાવા જઈ રહ્યા છે ત્યારે શું બધા જ વિદેશી ખેલાડીઓ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકશે તેવા સવાલ પર બીસીસીઆઈ અધિકારીએ કહ્યું કે, અન્ય દેશોના ક્રિકેટ બોર્ડ સાથે પણ વાતચીત ચાલુ છે અને અમને લાગે છે કે મોટાભાગના વિદેશી ખેલાડીઓ ભાગ લઈ શકશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top