શ્રીલંકામાં આ ફોર્મેટમાં નહીં રમે હાર્દિક! BCCIને જણાવ્યું કારણ, હવે કોણ બનશે કેપ્ટન?

શ્રીલંકામાં આ ફોર્મેટમાં નહીં રમે હાર્દિક! BCCIને જણાવ્યું કારણ, હવે કોણ બનશે કેપ્ટન?

07/16/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

શ્રીલંકામાં આ ફોર્મેટમાં નહીં રમે હાર્દિક! BCCIને જણાવ્યું કારણ, હવે કોણ બનશે કેપ્ટન?

ઝીમ્બાબ્વે પ્રવાસ પર યુવા ભારતીય ટીમની કેપ્ટન્સી શુભમન ગિલે સંભાળી હતી. શ્રીલંકા પ્રવાસ પર T20 ફોર્મેટમાં ભારતીય ટીમનો કેપ્ટન કોણ હશે, તેને લઈને તમામ સવાલ ઉઠી રહ્યા છે. રોહિત શર્મા આ ફોર્મેટમાં સંન્યાસ લઈ ચૂક્યો છે, એવામાં ભારતીય ક્રિકેટ ફરી એક વખત કેપ્ટન્સીને લઈને દુવિધામાં દેખાઈ રહી છે. શું ટીમના ઉપકેપ્ટન હાર્દિક પંડ્યાને હોટ સીટ પર બેસાડવો જોઇએ કે પછી સૂર્યકુમાર યાદવને નેતૃત્વની બાગડોર સોંપવી જોઈએ?


હાર્દિકના શંકાસ્પદ ફિટનેસ રેકોર્ડે સૂર્યકુમારનું નામ આગળ કર્યું

હાર્દિકના શંકાસ્પદ ફિટનેસ રેકોર્ડે સૂર્યકુમારનું નામ આગળ કર્યું

ભારતીય ટીમ આ મહિનાના અંતમાં શ્રીલંકા વિરુદ્ધ 3 T20 મેચોની સીરિઝ રમશે. જે નવા કોચ અને ભારતના પૂર્વ ઓપનર બેટ્સમેન ગૌતમ ગંભીરની પહેલી સીરિઝ છે. ભારત T20 મેચો બાદ 3 મેચોની વન-ડે સીરિઝ પણ રમશે. બાર્બાડોસમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ભારતની ફાઇનલ જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા બાદ હાર્દિક પંડ્યા રોહિતના સિંહાસન પર બેસવા યોગ્ય વિકલ્પ છે, પરંતુ આ દરમિયાન હાર્દિકને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાર્દિકના શંકાસ્પદ ફિટનેસ રેકોર્ડે સૂર્યકુમારના નામને આગળ લાવી દીધું છે.


હાર્દિક શ્રીલંકા પ્રવાસ માટે વન-ડે ટીમનો હિસ્સો નહીં હોય

હાર્દિક શ્રીલંકા પ્રવાસ માટે વન-ડે ટીમનો હિસ્સો નહીં હોય

ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, હાર્દિક પંડ્યાએ BCCIને સૂચિત કરી છે કે તે વ્યક્તિગત કારણોસર શ્રીલંકા પ્રવાસ માટે વન-ડે ટીમનો હિસ્સો નહીં હોય. ભારતીય ટીમ 2-7 ઓગસ્ટ સુધી શ્રીલંકા સામે 3 વન-ડે ઇન્ટરનેશનલ મેચોની સીરિઝ રમશે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ગંભીરે બધા વરિષ્ઠ ખેલાડી રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમારહને શ્રીલંકા વિરુદ્ધ વન-ડે રમવાનો આગ્રહ કર્યો છે. ખેલાડીઓએ અત્યાર સુધી કોઈ જવાબ આપ્યો નથી કેમ કે રોહિત અને વિરાટ બ્રેક લઈને પોતાના પરિવારો સાથે વિદેશ યાત્રા પર છે. BCCI સૂત્રોએ જણાવ્યું કે, હાર્દિકની ફિટનેસ એક મુદ્દો છે, પરંતુ તેણે T20 વર્લ્ડ કપ 2024માં મોટી ભૂમિકા નિભાવી. સૂર્યકુમાર માટે અમને ફીડબેક મળ્યું છે કે તેની કેપટન્સી શૈલીને ડ્રેસિંગ રૂમે સારી રીતે સ્વીકારી છે.


સૂર્યકુમારની થઈ હતી સર્જરી:

સૂર્યકુમારની થઈ હતી સર્જરી:

રસપ્રદ વાત એ છે કે સૂર્યા પણ આ વર્ષની શરૂઆતમાં હર્નિયા અને ઘૂંટીની સર્જરી માટે ગયો હતો અને IPL દરમિયાન જ વાપસી કરી હતી. બોર્ડની અંદર નિર્ણય લેનારાઓને લાગ્યું કે હાર્દિક ભારતીય ટીમની આગેવાની કરવા સારો વિકલ્પ હોય શકે છે કેમ કે તેને વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ટીમનો ઉપકેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આમ રોહિતની જગ્યા પર નિર્ણય લેવા માટે BCCI અધિકારીઓ અને સિલેક્ટર્સના રૂપમાં ગંભીરનો મત પણ મહત્ત્વપૂર્ણ છે.


ભારત-શ્રીલંકાનું શેડ્યૂલ

27 જુલાઇ- પહેલી T20, પલ્લેકેલ

28 જુલાઇ- બીજી T20, પલ્લેકેલ

30 જુલાઇ-ત્રીજી T20, પલ્લેકેલ

2 ઓગસ્ટ- પહેલી વન-ડે, કોલંબો

4 ઓગસ્ટ- બીજી વન-ડે, કોલંબો

7 ઓગસ્ટ ત્રીજી વનડે, કોલંબો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top