રોહિત હોય કે કોહલી, સીરિઝ વચ્ચે જાહેરાત કરવા પર પ્રતિબંધ, જાણો BCCIના નવા 10 નિયમો શું છે
BCCI Issues Guidelines For Indian Cricket Team: ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર 5 મેચની ટેસ્ટ સીરિઝમાં 3-1થી હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ ઘણા ખેલાડીઓના ફોર્મ અને તેમના અનુશાસનને લઈને સતત સમાચારો સામે આવી રહ્યા હતા. આ પ્રવાસ પર ટીમના ખરાબ પ્રદર્શનની સમીક્ષા કર્યા બાદ, BCCIએ હવે કડક નિર્ણય લીધો છે અને 10 નવા નિયમો લાગૂ કર્યા છે. જેમાં તમામ ખેલાડીઓ માટે ડૉમેસ્ટિક ક્રિકેટ રમવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે, પરંતુ કોઈ પણ ખેલાડી વિદેશ પ્રવાસ પર પોતાના અંગત સ્ટાફને સાથે લઈ જઈ શકશે નહીં. BCCIએ આ નવા નિયમોને લઈને એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ ખેલાડી આ સૂચનાઓનું પાલન નહીં કરે તો તેને અનુશાસનાત્મક કાર્યવાહીનો સામનો કરવો પડશે. આમાં તેમની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ફીમાં ઘટાડાથી લઈને IPLમાં રમવા પર પ્રતિબંધ સુધીનો સમાવેશ થાય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp