જસપ્રીત બૂમરાહે વર્ષના પ્રથમ દિવસે જ રચ્યો ઈતિહાસ, મેદાનમાં ઉતર્યા વિના જ તોડ્યો અશ્વિનનો ઓલટાઇમ રેકોર્ડ
Test Rankings: જસપ્રીત બૂમરાહે કમાલ કરી દીધી છે. તેણે ટેસ્ટ રેન્કિંગમાં એક ખાસ રેકોર્ડ તોડી દીધો છે. બૂમરાહે ટેસ્ટ રેન્કિંગમાં રવિચંદ્રન અશ્વિનને એક ખાસ મામલે પાછળ છોડી દીધો છે. તે સૌથી વધુ રેટિંગ પોઈન્ટ હાંસ કરનારો ભારતીય બૉલર બની ગયો છે. બૂમરાહ ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ટોપ પર છે. તેને 907 રેટિંગ પોઈન્ટ્સ મળ્યા છે. રવિન્દ્ર જાડેજાને ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં એક સ્થાનનું નુકસાન થયું છે.
બૂમરાહે ઓસ્ટ્રેલિયા સામે મેલબર્ન ટેસ્ટમાં કુલ 9 વિકેટ લીધી હતી. જોકે ભારતીય ટીમ આ મેચ જીતી શકી નહોતી. ઑસ્ટ્રેલિયાએ તેને 184 રનથી હરાવી દીધી હતી. જો કે બૂમરાહનું પ્રદર્શન સારું હતું. બૂમરાહ ટેસ્ટ રેન્કિંગમાં ટોપ પર છે. આ સાથે તેના રેટિંગ પોઈન્ટમાં પણ વધારો થયો છે. ભારત તરફથી ટોપ-5માં બૂમરાહ એકમાત્ર બોલર છે. જાડેજા ટોપ-10માં સામેલ છે. તે 10મા સ્થાને છે.
વિશ્વના ટોચના બૉલરોમાં જસપ્રીત બૂમરાહનો સમાવેશ થાય છે. તેણે અશ્વિનનો મોટો રેકોર્ડ તોડ્યો. બૂમરાહને 907 રેટિંગ પોઈન્ટ્સ મળ્યા છે. તે સૌથી વધુ રેટિંગ પોઈન્ટવાળો ભારતીય બૉલર બની ગયો છે. તેણે આ મામલે અશ્વિનને પાછળ છોડી દીધો છે. અશ્વિનનો સર્વશ્રેષ્ઠ રેટિંગ પોઈન્ટ 904 રહ્યો છે.
યશસ્વી જાયસ્વાલને ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં ફાયદો થયો છે. યશસ્વીએ એક સ્થાનની છલાંગ લગાવી છે. તે 854 રેટિંગ પોઈન્ટ સાથે ચોથા સ્થાને આવી ગયો છે. ભારત તરફથી ટોપ-10માં તે એકમાત્ર ખેલાડી છે, જ્યારે નીતિશ કુમાર રેડ્ડીની પ્રથમ ટેસ્ટ સદીએ તેને 53મા સ્થાને પહોંચાડી દીધો છે. ઋષભ પંત 12મા સ્થાને છે. તેને એક સ્થાનનું નુકસાન થયું છે. શુભમન ગિલ 20મા સ્થાને છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા ટોપ-20માં પણ સામેલ નથી. કોહલી 24માં સ્થાને છે.
તમને જણાવી દઈએ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે છેલ્લી ટેસ્ટ સિડનીમાં રમાશે, જે 3 જાન્યુઆરીથી શરૂ થશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ભારત જીત નોંધાવવામાં સફળ રહેશે, જેથી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ટાઇટલ મેચમાં પહોંચવાની આશા અકબંધ રહે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp