રેશનકાર્ડમાંથી તમારું નામ કપાઈ નથી ગયું ને? ઘરબેઠા આ રીતે કરો ચેક

રેશનકાર્ડમાંથી તમારું નામ કપાઈ નથી ગયું ને? ઘરબેઠા આ રીતે કરો ચેક

01/14/2022 Business

SidhiKhabar

SidhiKhabar

રેશનકાર્ડમાંથી તમારું નામ કપાઈ નથી ગયું ને? ઘરબેઠા આ રીતે કરો ચેક

બિઝનેસ ડેસ્ક : ભારતમાં હજુ પણ એક મોટો વર્ગ રેશન કાર્ડનો ઉપયોગ કરે છે. રેશનકાર્ડ એ સરકાર તરફથી નાગરિકોને આપવામાં આવતો એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જે ગરીબોને સબસિડીવાળું રાશન પૂરું પાડે છે, તેનો અન્ય ઉપયોગ ઓળખ માટે પણ થાય છે. રેશન કાર્ડ નાગરિકતાના પુરાવા, સરનામાના પુરાવા માટે પણ રજૂ કરી શકાય છે.


ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ

આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકાર કાર્ડ ધારકોને ઘણા લાભો આપે છે. રેશન કાર્ડ થકી ગરીબોને વિવિધ સરકારી યોજનાઓમાં ચોખા, દાળ, ઘઉં, કેરોસીન વગેરે રાશન ખૂબ જ ઓછા દરે મળે છે. કોરોનાના સમયગાળા દરમિયાન સરકારે રાશન કાર્ડની મદદથી લગભગ 80 કરોડ લોકોને મફત રાશનની સુવિધા પૂરી પાડી હતી.


રેશનકાર્ડનો ઉપયોગ ઘણી જગ્યાએ થાય છે

રેશનકાર્ડનો ઉપયોગ ઘણી જગ્યાએ થાય છે

જનધન ખાતું ખોલાવવાથી લઈને ઓળખ કાર્ડ તરીકે રેશન કાર્ડનો (Ration Card) ઉપયોગ કરવામાં આવે છે. જો કોઈ નાગરિક પાસે આધાર કાર્ડ ન હોય તો તે રેશન કાર્ડ પણ ઉપયોગમાં લઇ શકે છે. આ ઉપરાંત, તે  LPG ગેસમાં સબસિડી લેવામાં પણ મદદ કરે છે. રેશન કાર્ડની મદદથી એલપીજી કનેક્શન, લેન્ડલાઇન નંબર, નવું સિમ, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે જેવા જરૂરી દસ્તાવેજો બનાવી શકાય છે. પરંતુ કેટલીકવાર વિવિધ કારણોસર રાશન લિસ્ટમાંથી નામ હટાવી દેવામાં આવે છે, આવી સ્થિતિમાં સામાન્ય લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને જ્યારે તમને ખબર પણ ન હોય કે તમારું નામ રેશન કાર્ડની યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યું છે.


યાદીમાં તમારું નામ આ રીતે તપાસો

યાદીમાં તમારું નામ આ રીતે તપાસો

- રેશનકાર્ડની યાદીમાં તમારું નામ કપાયું છે કે નહીં તે જાણવા માટે તમારે તેની સત્તાવાર વેબસાઇટ https://nfsa.gov.in/Default.aspx પર જવું પડશે.
-ત્યારબાદ રેશન કાર્ડનો વિકલ્પ પસંદ કરો.
- હવે તમારે સ્ટેટ પોર્ટલ પર રેશન કાર્ડની વિગતો સાથેના વિકલ્પ પર ક્લિક કરો.
- ત્યારબાદ તેમાં તમારું રાજ્ય અને તમારો જિલ્લો પસંદ કરો.
- ત્યારબાદ તાલુકા અને ગ્રામ પંચાયતનો વિકલ્પ પસંદ કરો.
- અહીં તમારી રાશનની દુકાનના દુકાનદારનું નામ અને રેશન કાર્ડનો પ્રકાર પસંદ કરો.
- આ પછી તમારી સામે એક યાદી ખુલશે જે રેશનકાર્ડ ધારકોની હોય છે.
-આ યાદીમાં નામ ચેક કરી શકાય છે.
-તમે આ યાદી ડાઉનલોડ પણ કરી શકો છો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top