ગુજરાત નજીક અરબી સમુદ્રમાં મોટી દુર્ઘટના, ભારતીય કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ; 3 ગુમ

ગુજરાત નજીક અરબી સમુદ્રમાં મોટી દુર્ઘટના, ભારતીય કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ; 3 ગુમ

09/03/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાત નજીક અરબી સમુદ્રમાં મોટી દુર્ઘટના, ભારતીય કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ; 3 ગુમ

ગુજરાત નજીક અરબી સમુદ્રમાં એક મોટો અકસ્માત થયો છે. ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)ના હેલિકોપ્ટરને પોરબંદરના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવી પડી, ત્યારબાદ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું. વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. હેલિકોપ્ટરમાં 4 ક્રૂ મેમ્બર સવાર હતા, જેમાંથી એક ક્રૂને બચાવી લેવામાં આવ્યો છે અને બાકીના 3 ક્રૂની શોધખોળ ચાલી રહી છે. તેના 2 પાયલોટ પણ ગુમ છે.


4 જહાજ અને 2 વિમાનોએ શોધખોળ શરૂ

4 જહાજ અને 2 વિમાનોએ શોધખોળ શરૂ

ભારતીય કોસ્ટ ગાર્ડે જણાવ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે હેલિકોપ્ટર બહાર કાઢવા માટે જહાજની નજીક આવી રહ્યું હતું. કોસ્ટ ગાર્ડે સર્ચ ઓપરેશન માટે 4 જહાજો અને 2 વિમાનોને તૈનાત કર્યા છે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG)ના આ એડવાન્સ હલકા હેલિકોપ્ટર (ALH)એ ગુજરાતમાં તાજેતરના જ આવેલા તોફાની વરસાદ દરમિયાન 67 લોકોના જીવ બચાવ્યા હતા. હેલિકોપ્ટર દુર્ઘટના બાદ, ગંભીર રૂપે ઇજાગ્ર્સત ક્રૂને ભારતીય ધ્વજ મોટર ટેન્કર હરી લીલા પર તબીબી સારવાર માટે પોરબંદરથી લગભગ 45 કિમી દૂર દરિયામાં ઉતારવામાં આવ્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top