જે શખ્સની અરજી પર સોનગઢ કોર્ટે કહ્યું કે પ્રકૃતિ પૂજક હોય તેમને હિન્દુ ધર્મ લાગૂ પડતો નથી, હવે

જે શખ્સની અરજી પર સોનગઢ કોર્ટે કહ્યું કે પ્રકૃતિ પૂજક હોય તેમને હિન્દુ ધર્મ લાગૂ પડતો નથી, હવે એ કહે છે- હું અત્યારે...

09/02/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

જે શખ્સની અરજી પર સોનગઢ કોર્ટે કહ્યું કે પ્રકૃતિ પૂજક હોય તેમને હિન્દુ ધર્મ લાગૂ પડતો નથી, હવે

અત્યારે આદિવાસી વિસ્તારમાં જો કોઈ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હોય તો તે સોનગઢ કોર્ટનો ચૂકાદો છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે જો પ્રકૃતિ પૂજક હોય તો તેમને હિન્દુ ધર્મ લાગૂ પડતો નથી અને કોર્ટે જેતે શાળાને સર્ટિફિકેટમાં ગામીત અનુસૂચિત જનજાતિ કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ હવે જે વીડિયોમાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં અરજદાર કહેતો નજરે પડી રહ્યો છે કે અત્યારે હું પ્રકૃતિ પૂજક નથી, એવામાં લોકોમાં એવી વાતો ચર્ચાઇ રહી છે કે કોર્ટ મુજબ પ્રકૃતિ પૂજક હોય તેમને હિન્દુ ધર્મ લાગૂ પડતો નથી અને તેઓ મીડિયાના આપેલા નિવેદનમાં કહી રહ્યા છે કે હવે પ્રકૃતિ પૂજક નથી, એટલે તેઓ ખ્રિસ્તી ધર્મ સાથે સંબંધ ધરાવે છે અને તેમના નિવેદન પરથી એવું ફલિત થાય છે કે આ વ્યક્તિ દ્વારા કોર્ટમાં ખોટી અરજી દાખલ કરવામાં આવી હતી કે તેઓ પ્રકૃતિ પૂજક છે.


શું છે આખો મામલો?

શું છે આખો મામલો?

મીડિયા રિપોર્ટ મુજબ વ્યારાની જે.બી. એન્ડ એસ.એ. સાર્વજનિક હાઇસ્કૂલના ધોરણ 12ના વિદ્યાર્થિના સર્ટિફિકેટમાં જાતિ ધર્મ વિષયક સુધારો કરવા સોનગઢ કોર્ટે હુકમ કર્યો હતો.  આ વ્યક્તિની પ્રાથમિક શાળાની સર્ટિફિકેટમાં ગામીત અનુસૂચિત જનતાતી કરવાનો હુકમ કર્યો હતો. સોનગઢ તાલુકાના નાના તારપાડાના દીપકભાઈ કાંતિલાલ ગામીતના સર્ટિફિકેટમાં ધર્મ અને જાતિમાં હિન્દુ ગામીત લખવામાં આવ્યું હતું. જાતિ સાથે હિન્દુ ધર્મનો ઉલ્લેખ કરતાં તેમણે નારાજ થઈને આ મામલે સોનગઢ કોર્ટમાં પડકાર્યો હતો.

પોતે એક આદિવાસી સમજમાંથી આવતા હોવાથી સોનાગઢની સિવિલ કોર્ટમાં સર્ટિફિકેટમાંથી હિન્દુ ધર્મને કાઢી નાખવાની અરજી કરી હતી. કોર્ટમા અરજદાર દ્વારા જણાવ્યું હતું કે તેઓ પ્રકૃતિ પૂજક હોવાથી તેમને હિન્દુ ધર્મ લાગૂ પડતો નથી, હિન્દુ ધર્મમાં કોઈ પણ વર્ગમાં તેમનો સમાવેશ થતો નથી. જેથી સ્કૂલ સર્ટિફિકેટમાં હિન્દુ શબ્દ લખવામાં આવ્યો છે ત્યાં સુધારો કરી અનુસૂચિત જનજાતિ લખવા અથવા ડેસ કરીવા કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

પોતે હિન્દુ ધર્મના કોઈ પણ વર્ગમાં આવતા ન હોવાથી કે પેટા જ્ઞાતિ જેવી કોઈ પણ વ્યવસ્થા લાગૂ પડતી ન હોવાનું કોર્ટને જણાવવામાં આવ્યું હતું. આ સંદર્ભે સોનગઢ સિવિલ કોર્ટે દીપક ગામિતની અરજી માન્ય રાખી તેમની સર્ટિફિકેટમાં ધર્મને કાઢી નાખવા તેમની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો. તેને ધ્યાનમાં લઈને સર્ટિફિકેટમાં ધર્મ અને જાતિની કોલમમાં હિન્દુ ગામીતની જગ્યાએ ગામિત (ST)નો ઉલ્લેખ કરવાની ફરજ પડી હતી, પરંતુ હવે વાયરલ થઈ રહેલા વીડિયોમાં સત્ય કંઈક અલગ જ બહાર આવ્યું છે.


શું છે વાયરલ વીડિયોમાં?

શું છે વાયરલ વીડિયોમાં?

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક વ્યક્તિ કહેતા નજરે પડી રહ્યો છે, જેમાં તેઓ મીડિયાને નિવેદન આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. તેમાં તેઓ કહે છે કે મારી જે જાતિ ગામિત છે તે ST કેટેગરીમાં આવે છે, તેનું પ્રમાણપત્ર છે, અને જે અસલ પ્રમાણપત્ર છે કોર્ટમાં રજૂ કર્યા, તેને ધ્યાનમાં લઈને નામદાર કોર્ટમાં જજ સાહેબે હુકમ કર્યો છે. તો મીડિયા દ્વારા સવાલ કરવામાં આવ્યો કે અરજદારે દાવાની અંદર એવી રજૂઆત કરવામાં આવી છે અમે પ્રકૃતિ પૂજક છીએ, તેના જવાબમાં વ્યક્તિ કહે છે કે ‘હા એટલે મારા પૂર્વજો પ્રકૃતિ પૂજક હતા. જે અનુસૂચિત જનજાતિ કે આદિવાસી સમજમાંથી હું આવું છું. એટલે જનરલી અમારા જે પૂર્વજો છે તે પ્રકૃતિ પૂજક હતા.

તો મીડિયા તરફથી સવાલ કરવામાં આવે છે કે હાલ તમે પ્રકૃતિ પૂજક નથી? તેના જવાબમાં કહેવામાં આવે છે કે અત્યારે હું પ્રકૃતિ પૂજક નથી. તો મીડિયા તરફથી સવાલ કરવામાં આવે છે દાવો છે કે પ્રકૃતિ પૂજન કરતાં આવીએ છીએ. તો તેના જવાબમાં વ્યક્તિ કહે છે ના એટલે શું છે કે મારી જે અરજી છે તે વકીલ સાહેબે તૈયાર કરી છે, તે સમાજને ધ્યાનમાં રાખીને તે તૈયાર કરી છે એટલે એ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ સાચી વાત છે. એક અન્ય સવાલના જવાબમાં તેઓ કહે છે કે અરજી મેં જ કરી છે અને મારી સર્ટિફિકેટમાં અનુસૂચિત જનજાતિ એવું લખાય છે. આપણે તો એટલું જ આપણી કોન્સ્ટિટ્યુશનલ મૂળ ઓળખ મુજબ મારા પ્રમાણપત્રમાં હોવું જોઈએ.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર દમયંતિ ચૌધરી નામના યુઝરે આ વીડિયો શેર કર્યો છે, જેના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, આજના દિવસ દરમિયાન ચર્ચામાં રહેલા સોનગઢ કોર્ટના જજમેન્ટનાં સામે કોર્ટની બાહર વાદીનું અનોખું સ્ટેટમેન્ટ આવ્યું છે.  પ્રકૃતિ પૂજક હોય એને હિન્દુ ધર્મ લાગુ નાં પડે એવા તાપી જિલ્લાના સોનગઢ તાલુકા ની કોર્ટના જજમેન્ટ સામે કોર્ટમાં જનાર વ્યક્તિ પોતે પ્રકૃતિ પૂજક નાં હોવાનું સ્ટેટમેન્ટ આપતાં જોવા મળે છે..

આ આખા આદિવાસી સમુદાય માટે ખૂબ ગંભીરતાથી સમજવાની વાત છે. કોર્ટ તો કોર્ટમાં રજૂ કરેલા પુરાવાના આધારે જજમેન્ટ આપે છે.કોર્ટ તમને પર્સનલ ઓળખતી નથી. કોર્ટ બહાર આ ભાઈ સ્વીકારે છે કે પોતે પ્રકૃતિ પૂજક નથી અને કોર્ટ અનુસાર હિન્દુ પણ નથી.. તો સ્વાભાવિક છે એ ખ્રિસ્તી ધર્મને અનુસરે છે.પણ સાથે આદિવાસી પ્રકૃતિ પૂજક તરીકેની પરંપરા રીતિ રિવાજ એમણે છોડી દીધી છે. જેથી આવનારા સમયમાં તેઓ જનજાતિ તરીકે નો દરજ્જો ગુમાવશે. ખેર હવે જોવાનું એ રહેશે કે આ નિવેદન બાદ કોર્ટ કાર્યવાહી કરે છે કે કેમ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top