કેનેડા સરકાર ઈમીગ્રેશનનાં નિયમોમાં કરશે ફેરફાર! જાણો

કેનેડા સરકાર ઈમીગ્રેશનનાં નિયમોમાં કરશે ફેરફાર! જાણો

11/03/2023 World

SidhiKhabar

SidhiKhabar

કેનેડા સરકાર ઈમીગ્રેશનનાં નિયમોમાં કરશે ફેરફાર! જાણો

દર વર્ષે કેનેડામાં સ્થાયી થવા માટે લોકો સપનું જોતા હોય છે તેમા પણ ભારતમાંથી કેનેડા સ્થાયી થતા લોકોની સંખ્યા ઘણી વધારે છે ત્યારે હવે કેનેડામાં કાયમી રહેવાસી બનાવનું સપનું જોનારાને એક મોટો ઝટકો લાગી શકે છે. કેનેડાની સરકારે 2026થી કાયમી ઈમિગ્રન્ટ્સની સંખ્યામાં વધારો નહીં કરવાનો નિર્ણય કર્યો છે.


આટલા લોકોને સ્થાયી કરવાનું લક્ષય

મીડિયા અહેવાલો અનુસાર, કેનેડા સરકાર 2024માં 4,85,000 પરમેનન્ટ રેસિડેન્ટને તેમજ 2025માં આ સંખ્યા વધારીને પાંચ લાખ સ્થાયી કરવાનું લક્ષય છે. જો કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને અસ્થાયી કામદારો માટે અન્ય શ્રેણીઓમાં ફેરફારો કરવામાં આવી શકે છે


વધતા ઇમિગ્રેશનથી અનેક મુશ્કેલીઓનું સર્જન

વધતા ઇમિગ્રેશનથી અનેક મુશ્કેલીઓનું સર્જન

મળતી માહિતી અનુસાર, ઇમિગ્રેશનમાં થયેલા વધારાના કારણે કેનેડાના ઘરોમાં મુશ્કેલી થઇ રહી છે. દેશમાં ઇમિગ્રેશનના વધારાથી સ્વાસ્થ્ય સંબંધિત સુવિધાઓમાં ધટાડો અને વધતી મોંઘવારી સંકટ ઉભું કરી રહ્યું છે. આ કારણે કેનેડિયન નાગરીકો આ વાતને લઈ નારાજગી વ્યક્ત કરી છે. સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે, આવાસ, આરોગ્ય અને અન્ય પાયાની સુવિધાઓ પર મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે.


ચોંકાવનારો સરવે

એક ઇન્સ્ટિટ્યૂટના રીપોર્ટમાં સામે આવેલા સરવેમાં જોવા મળ્યું કે, કેનેડાના નાગરિકો દ્વારા વધતી જતી વસતીને લઈ પ્રશ્ન ઉઠવામાં આવી રહ્યો છે. સરવેમાં 10 માંથી 4 લોકો એટલે કે 21 થી 23 ટકા લોકો કહે છે કે કેનેડામાં વધતા ઈમિગ્રેશનથી મુશ્કેલીમાં વધારો થાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top