લગ્નના 18 વર્ષ બાદ રજનીકાંતના દીકરી-જમાઈ અલગ થયા, સોશિયલ મીડિયા પર જાણકારી આપી

લગ્નના 18 વર્ષ બાદ રજનીકાંતના દીકરી-જમાઈ અલગ થયા, સોશિયલ મીડિયા પર જાણકારી આપી

01/18/2022 Glamour

SidhiKhabar

SidhiKhabar

લગ્નના 18 વર્ષ બાદ રજનીકાંતના દીકરી-જમાઈ અલગ થયા, સોશિયલ મીડિયા પર જાણકારી આપી

ગ્લેમર ડેસ્ક: સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની મોટી દીકરી ઐશ્વર્યા રજનીકાંત અને જમાઈ ધનુષે લગ્નના 18 વર્ષ પછી અલગ થવાનો નિર્ણય લીધો છે. સુપ્રસિદ્ધ અભિનેતા ધનુષે ગઈકાલે સોશિયલ મીડિયા માધ્યમો થકી આ અંગે જાણકારી આપી હતી. 

ધનુષે સોશિયલ મીડિયા પોસ્ટમાં બંનેના અલગ થવાની જાણકારી આપતા તેમના અને ઐશ્વર્યાના આ નિર્ણયનું સન્માન કરવા અને ગોપનીયતા જાળવી રાખવાની અપીલ કરી હતી. તેમણે લખ્યું, ‘મિત્રો, પતિ-પત્ની, શુભચિંતકો અને માતા-પિતા તરીકે અઢાર વર્ષ અમે સાથે રહ્યા છીએ. પરંતુ આજે અમે એવી જગ્યાએ ઉભા છીએ જ્યાં બંનેના રસ્તા અલગ છે.’ 


તેમણે આગળ કહ્યું, ‘એક દંપતી તરીકે અમે અલગ થવાનો અને એકબીજાને વધુ સારી રીતે સમજવા માટે સમય આપવાનો નિર્ણય કર્યો છે. અમારા આ નિર્ણયનું સન્માન કરો અને ગોપનીયતા જાળવી રાખો તેવી વિનંતી છે. ઓમ નમઃ શિવાય.’ 

ઉપરાંત, ઐશ્વર્યાએ પણ આવી એક પોસ્ટ શેર કરીને લખ્યું હતું, ‘કોઈ કેપ્શનની જરૂર નથી. તમારી સમજ અને પ્રેમ જ અમારા માટે પૂરતાં છે. ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા રજનીકાંતના લગ્ન વર્ષ 2004 માં ધનુષ સાથે થયા હતા. બંનેને સંતાનોમાં બે પુત્રો છે. 


ઐશ્વર્યા સાથે ધનુષની મુલાકાત બહેનની મિત્ર તરીકે એક થીએટરમાં થઇ હતી. ત્યારબાદ બંને એકબીજા સાથે જોવા મળ્યા હતા અને વર્ષ 2004 માં તેમણે લગ્ન કરી લીધા હતા. ધનુષ પ્રસિદ્ધ અભિનેતા ઉપરાંત ડાયરેક્ટર, પ્લેબેક સિંગર અને સ્ક્રીનપ્લે રાઈટર તરીકે જાણીતા છે જ્યારે ઐશ્વર્યા પણ પોતે એક નામચીન ડાયરેક્ટર છે. 

ધનુષ કરતા ઉંમરના બે વર્ષ મોટી ઐશ્વર્યાએ વર્ષ 2012 માં ફિલ્મ ‘3’ ના નિર્દેશનથી આ ક્ષેત્રમાં ડગ માંડ્યા હતા. આ ફિલ્મ ધનુષની એકમાત્ર ફિલ્મ છે જેમાં તેમણે પત્ની સાથે કામ કર્યું હતું. બહુ લોકપ્રિય બનેલું ગીત ‘Why this kolaveri di’ આ જ ફિલ્મનું છે. જોકે, આ ફિલ્મ બાદ જ બંનેના સબંધોમાં ખટાશ આવી હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. 

ઐશ્વર્યા રજનીકાંત એક ડાયરેક્ટર હોવા ઉપરાંત ગાયક પણ છે. તેમણે વર્ષ 2003 માં ‘whistle’ ફિલ્મ માટે અને 2010 માં ‘Ayirathi Oruvan’ ગીત આપ્યા હતા. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top