શું તમારે વાળને ઝડપથી લાંબા કરવા છે?શું વાળ ખરે છે?તો અપનાવો આ ઘરેલું ટીપ્સ..' આ એક ઉપચારને આ 3

શું તમારે વાળને ઝડપથી લાંબા કરવા છે?શું વાળ ખરે છે?તો અપનાવો આ ઘરેલું ટીપ્સ..' આ એક ઉપચારને આ 3 રીતે કરો ઉપયોગ!

03/30/2024 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

શું તમારે વાળને ઝડપથી લાંબા કરવા છે?શું વાળ ખરે છે?તો અપનાવો આ ઘરેલું ટીપ્સ..' આ એક ઉપચારને આ 3

Tips For Long Hair: મીઠા લીમડાનો ઉપયોગ સામાન્ય રીતે ભોજનમાં જ કરવામાં આવે છે. લીમડાના ઉપયોગથી ભોજનનો સ્વાદ વધી જાય છે. જોકે આ લીમડો વાળની લંબાઈને પણ ઝડપથી વધારે છે. હેર ગ્રોથ વધારવા માટે લીમડો ઉપયોગી છે. લીમડામાં વિટામીન, મિનરલ અને એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. તેનો ઉપયોગ કરવાથી ખરતા વાળની સમસ્યા દૂર થાય છે અને સાથે જ વાળની લંબાઈ ઝડપથી વધે છે. જો તમારા વાળ પણ ટૂંકા હોય અને તમારે વાળ લાંબા કરવા હોય તો મીઠા લીમડાનો ઉપયોગ તમે ત્રણ રીતે વાળમાં કરી શકો છો.


સરસવનું તેલ અને લીમડો

સરસવનું તેલ અને લીમડો

વાળની ઝડપથી લાંબા કરવા માટે સરસવના તેલમાં લીમડો મિક્સ કરીને પણ લગાડી શકાય છે. તેના માટે સરસવના તેલમાં લીમડાના પાન ઉમેરી બરાબર ઉકાળો. ત્યાર પછી આ તેલ ઠંડુ કરી માથામાં લગાડો. વાળને શેમ્પૂ કરવાનું હોય તેની બે કલાક પહેલા આ તેલ લગાડવું. તમે રાત આખી પણ આ તેલને વાળમાં રાખી શકો છો. અઠવાડિયામાં ત્રણથી ચાર વખત આ રીતે તેલ લગાડશો એટલે વાળની લંબાઈ ઝડપથી વધવા લાગશે.


લીમડો અને એલોવેરા

લીમડો અને એલોવેરા

વાળની લંબાઈ વધારવી હોય તો લીમડાનો ઉપયોગ એલોવેરા સાથે કરી શકો છો. તેના માટે એલોવેરા જેલમાં સાતથી આઠ લીમડાના પાનની પેસ્ટ ઉમેરી દો. હવે આ મિશ્રણને સારી રીતે વાળમાં લગાડો. એક કલાક પછી વાળને ધોઈ લો. અઠવાડિયામાં બે થી ત્રણ વખત આ પેસ્ટ લગાડશો તો એક મહિનાની અંદર જ વાળ કમર સુધી લાંબા થઈ જશે.


દહીં અને લીમડો

દહીં અને  લીમડો

દહીં વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તેમાં તમે લીમડો ઉમેરો છો તો તેનાથી તેના ફાયદા બમણા થઈ જાય છે. દહીંમાં મીઠા લીમડાની પેસ્ટ ઉમેરીને વાળમાં બરાબર લગાડો. 45 મિનિટ પછી વાળને માઈલ્ડ શેમ્પૂથી ધોઈ લો. અઠવાડિયામાં બે વખત આ પેસ્ટ લગાડશો એટલે વાળની લંબાઈની સાથે ચમક પણ વધી જશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. SidhiKhabar.com તેની પુષ્ટિ કરતું નથી.)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top