Hush Money Case: રાષ્ટ્રપતિ પદના શપથ લવા અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પને મોટી રાહત, તેમને જેલની હવા નહીં

Hush Money Case: રાષ્ટ્રપતિ પદના શપથ લવા અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પને મોટી રાહત, તેમને જેલની હવા નહીં ખાવી પડે, જાણો આ કેસ સાથે જોડાયેલી 10 મોટી વાતો

01/11/2025 World

SidhiKhabar

SidhiKhabar

Hush Money Case: રાષ્ટ્રપતિ પદના શપથ લવા અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પને મોટી રાહત, તેમને જેલની હવા નહીં

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પને હશ મની કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે, પરંતુ તેમને ન તો જેલમાં જવું પડશે કે ન તો દંડ ભરવો પડશે. કારણ કે તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. 20 જાન્યુઆરીએ તેઓ દેશના સર્વોચ્ચ પદ માટે શપથ લેશે.


આ કેસ સાથે જોડાયેલી 10 મોટી વાતો

આ કેસ સાથે જોડાયેલી 10 મોટી વાતો
  1. ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવાના છે. વ્હાઇટ હાઉસ જતા પહેલા જ તેઓ ગુનેગાર બની ગયા છે. અમેરિકન કોર્ટે તેમને હશ મની કેસમાં દોષિત ઠેરવ્યા છે. જોકે, રાહતની વાત છે કે તેમને સજા થઈ નથી. કોર્ટે તેમને 'બિનશરતી'  છોડી દીધા.
  2. ડોનાલ્ડ ટ્રમ્પને પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને ચૂપ રહેવા માટે 130,000 ડૉલર ચૂકવવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે. આ પહેલી વાર છે જ્યારે કોઈ અમેરિકન રાષ્ટ્રપતિને ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા હોય. જોકે, ટ્રમ્પ તેને તેમના વિરોધીઓની ચાલ ગણાવતા રહ્યા છે.
  3. ટ્રમ્પ માટે રાહતની વાત એ છે કે તેમને જેલ કે અન્ય કોઈ સજાનો સામનો કરવો પડશે નહીં કારણ કે તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. તેઓ 20 જાન્યુઆરીએ દેશના સર્વોચ્ચ પદ માટે શપથ ગ્રહણ કરવાના છે.
  4. જોકે ડોનાલ્ડ ટ્રમ્પને મે 2024માં જેલની સજા થઈ શકતી હતી, કારણ કે તેમને બિઝનેસ રેકોર્ડ ખોટા બનાવવાના 34 ગુનાઓમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ન્યાયાધીશે અગાઉથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે તેમને કડક સજા આપવામાં નહીં આવે. જો ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા ન હોત, તો તેમને 4 વર્ષની સજા થઈ હોત. પરંતુ હવે તેઓ રાષ્ટ્રપતિ તરીકે વ્હાઇટ હાઉસમાં વધુ 4 વર્ષ વિતાવશે.
  5. ડોનાલ્ડ ટ્રમ્પ કોર્ટ કાર્યવાહીમાં રૂબરૂ હાજર થયા નહોતા. તેમણે વર્ચ્યૂઅલી હાજર રહેવાનું પસંદ કર્યું હતું, ભલે તેઓ સારી રીતે જાણતા હતા કે તેમને જેલમાં મોકલવામાં નહીં આવે.
  6. સજા સંભળાવતા અગાઉ, ન્યૂ યોર્કના ન્યાયાધીશ જુઆન મર્ચને કહ્યું હતું કે, "ટ્રમ્પને બિનશરતી મુક્તિ આપવામાં આવે છે. આ અદાલતે અગાઉ ક્યારેય આવા અનોખા સંજોગોનો સામનો કર્યો નથી. ન્યાયાધીશ પાસે અમેરિકાના નવા રાષ્ટ્રપતિને "બિનશરતી મુક્તિ" આપવાની સત્તા છે. તેમને "મુક્ત" કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. બીજો કોઈ નિર્ણય તેમની સ્થિતિને જોખમમાં મૂકી શકતો હતો.
  7. સજા સંભળાવવામાં આગાઉ જ, ડોનાલ્ડ ટ્રમ્પે તેને ટાળવા માટે પોતાની બધી શક્તિનો ઉપયોગ કરી દીધો હતો. સજા સંભળાવવાના કલાકો પહેલાં, ટ્રમ્પે કહ્યું હતું કે તેમનું માનવું છે કે સમગ્ર કાયદાકીય કાર્યવાહી ખરેખર "ન્યૂ યોર્ક કોર્ટ સિસ્ટમ માટે એક ઝટકો" છે.
  8. ટ્રમ્પે દાવો કર્યો હતો કે આ બધું તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે કરવામાં આવ્યું હતું જેથી તેઓ ચૂંટણી હારી જાય. ટ્રમ્પે કહ્યું કે આ અનુભવ તેમના માટે ખૂબ જ ભયાનક હતો. કોર્ટ કાર્યવાહી દરમિયાન, એક પછી એક સાક્ષીઓએ ટ્રમ્પ વિરુદ્ધ જુબાની આપી કે તેમણે 2016 ની રાષ્ટ્રપતિની ચૂંટણી અગાઉ પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને આપેલા પૈસા છુપાવ્યા હતા જેથી તે જાહેર ન થાય.
  9. ડોનાલ્ડ ટ્રમ્પે તેમની સામે ફોજદારી કાર્યવાહી રોકવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમને મોટો ઝટકો લાગ્યો, જ્યારે અમેરિકન સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યો કે તેમની સજા આગળ વધારી શકાય છે. પરંતુ વ્હાઇટ હાઉસ ગયા બાદ તેમને બિનશરતી મુક્ત કરવામાં આવ્યા છે.
  10. ભલે ડોનાલ્ડ ટ્રમ્પ કોર્ટમાંથી મુક્ત થઈ ગયા હોય અને તેમને કોઈ સજા ન મળી હોય, આ તેમના રેકોર્ડ પર કાળા ડાઘથી ઓછું નથી. શરૂઆતમાં, તેમના રાષ્ટ્રપતિ બનવા અંગે પ્રશ્નો ઉભા થયા હતા. હવે ટ્રમ્પ 10 દિવસ પછી રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top